ચેતન પટેલ, સુરત: સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડેમમાં પાણી ન હોવાનું કારણ આગળ ધરી ખેડૂતોને પાણી આપવાની ના પાડી દીધી હતી. જેને લઈ 10 હજાર થી વધુ ખેડૂતો દ્વારા 8 મી જાન્યુઆરીએ જળયાત્રા કાઢવામાં આવશે. આ રેલી જીનિંગમિલથીં સિંચાઈ વિભાગ સુધી કરાશે અને વિરોધ વ્યક્ત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO કોને મળશે AIIMS? વડોદરાના ધારાસભ્યો પણ માગણી સાથે મેદાનમાં


દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ખેડૂતો ડાંગર અને શેરડીનો પાક ઉગાડતા હોય છે. જો કે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાનું કારણ આગળ ધરીને 65 દિવસ પાણી ના કાપનો પરિપત્ર જાહેર કરી આ સમયગાળામાં પાક ન લેવા સૂચન કર્યું હતું. જો કે પાણી કાપને લઈ ખેડૂતોને રૂ 1 હજાર કરોડનું નુકસાન જાય તેવી ભીતિ સેવાઇ હતી. જેથી ખેડૂતો દ્વારા વચ્ચેના 15 દિવસ પાણી આપવા માટે સિંચાઈ વિભાગને રજુઆત કરાઈ હતી. આમ છતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવાનો સાફ ઇનકાર કરી લીધો હતો. જેથી ખેડૂતો દ્વારા 28મી ડિસેમ્બરે જળ યાત્રા કાઢી વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું હતું.


PICS ગિર સોમનાથ: ગજબ છે આ ગામના ખેડૂતોનું ભેજુ, જાત મહેનતે કરે છે બમણી કમાણી


પરંતુ પોલીસ કમિશનર દ્વારા આ રેલી ને મંજૂરી અપાઈ ન હતી. ખેડૂત સમાજ દ્વારા ફરી રેલીની પરમિશન માંગવામાં આવતા 8 મી જાન્યુઆરીની મંજૂરી અપાઈ છે. જો કે આ રેલીની મંજૂરી જીનિંગ મિલને બદલે અડાજણથી આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે જે રૂટ આપ્યો છે તે સિંચાઈ વિભાગની ઓફિસથી ખૂબ જ નજીક નો આપવામાં આવ્યો છે. હાલ ખેડૂતો દ્વારા વિવિધ ગામો માં ફરી જળ યાત્રા માં વધુ માં વધુ લોકો જોડાઈ તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચારો માટે કરો ક્લિક...


.