Cyclone Biparjoy Effect: બુરહાન પઠાણ/આણંદ: બીપોરજોય વાવાઝોડાને લઈને આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કેળના પાકમાં તારાજી સર્જાઈ છે. અને હજ્જારો એકર જમીનમાં કેળના પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું


આણંદ જિલ્લાની જો વાત કરવામાંઆવે તો જિલ્લામાં 12 હજાર હેકટરમાં કેળના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને હાલમાં કેળનો પાક તૈયાર છે. અને એકાદ માસમાં કેળાની લુમો કાપવામાં આવશે ત્યારે ફૂંકાયેલા વાવાઝોડામાં  આણંદ જિલ્લાના નાપા બોરીયા, સંદેશર સહિતના ગામોમાં કેળનો પાક જમીન દોસ્ત થઈ જતા કેળનાં પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું, આ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે


કેળના પાકમાં કેળના છોડ, ખાતર, મજૂરો અને પિયતનો ખર્ચ કર્યા બાદ હાલમાં જ્યારે વાવાઝોડાની કુદરતી આફત આવતા ખેડૂતોનાં કેળના ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલીમાં મુકાયા છે, ત્યારે ખેડૂતો દ્વારા નુકસાની પેટે સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે.


ગુજરાતમાં સર્જાયેલી તારાજીના કરુણ દ્રશ્યો! શ્રમજીવીઓ સાથે કુદરતે કરી ક્રૂર મજાક