જબરું હો! ગુજરાતના ખેડૂતે બદલી ખેતીની ઢબ! જામફળની અનોખી રીતે ખેતી કરી વર્ષે કરે છે લાખોની કમાણી
ધનસુરા તાલુકાના શિકા ગામના લય ચૌધરી નામના ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરણા મેળવી બાગાયતી પાકનો નવતર પ્રયોગ કરી તેમની એક હેક્ટર જમીનમાં જામફળની ખેતી કરી છે. આ ખેડૂતે ચીલા ચાલુ ખેતી છોડી ઝારખંડના છત્તીસગઢથી ઝામફળના 200 જેટલા છોડ લાવી વાવેતર કર્યું છે.
સમીર બલોચ/અરવલ્લી: જિલ્લાના ધનસુરા તાલુકાના એક યુવા ખેડૂતે બાગાયતી જામફલની ખેતી દ્વારા મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી છે.
અરવલ્લી જિલ્લાના યુવા ખેડૂતોએ આર્થિક રીતે સદ્ધર થવા ખેતીની ઢબ બદલી છે. જિલ્લાના યુવા ખેડૂતો બાગાયતી ખેતી દ્વારા વાર્ષિક રોકડીયા પાક તરફ વળ્યાં છે. ધનસુરા તાલુકાના શિકા ગામના લય ચૌધરી નામના ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરણા મેળવી બાગાયતી પાકનો નવતર પ્રયોગ કરી તેમની એક હેક્ટર જમીનમાં જામફળની ખેતી કરી છે. આ ખેડૂતે ચીલા ચાલુ ખેતી છોડી ઝારખંડના છત્તીસગઢથી ઝામફળના 200 જેટલા છોડ લાવી વાવેતર કર્યું છે.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી
એક છોડના વાવેતર પાછળ 1000 જેટલો ખર્ચ કરી લાંબા ગાળાની કમાણી ઉભી કરી છે. વાવેતરના બીજા જ વર્ષે એક છોડમાંથી 10 કિલો ઉત્પાદન એટલે કે 1000 છોડમાંથી 10 હજાર કિલો ઉત્પાદન મેળવ્યું છે. હાલ આ જામફલ બજારમાં 30 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે આ યુવા ખેડૂતે વાવેતરના પ્રથમ પાકમાં જ 3 લાખ જેટલું ઉત્પાદન મેળવી 1 લાખની કમાણી કરી છે.
સામાન્ય રીતે મોસમ આધારિત ચીલા ચાલુ ખેતી ઘઉં, ચણા સહીત અન્ય અનાજની ખેતીઓમાં અનેક મુશ્કેલીઓ આવતા પૂરતા પ્રમાણમાં વળતર મળી શકતું નહોતું અને વેચવા પણ બહાર જવું પડતું હતું. તેવામાં મારા પુત્રે આ બાગાયતી ખેતી કરી લાંબાગાળાની એક ચોક્કસ આવક ઉભી કરી છે. શરૂઆતના તબક્કા બાદ ખર્ચ પણ ઓછો થાય છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!
હાલ આ જામફળ બજારમાં કિલોના 30 રૂપિયા કિલો પ્રમાણે વેચાઈ રહયા છે, ત્યારે આ બાગાયતી પાકની ખેતી દ્વારા મબલખ ઉત્પાદનની સાથે મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવા અનેક ખેડૂતો હવે ખેતીની ઢબ બદલી બાગાયતી રોકડીયા પાક તરફ વળ્યાં છે.
મહાશિવરાત્રિને બાકી છે બસ આટલા દિવસ, આ ભૂલ ન કરો નહીં તો જીવનમાં મચી જશે તાંડવ
સામાન્ય રીતે આજના યુવાનો સોશિયલ મીડિયામાં મોટાભાગનો સમય વેડફતા હોય છે, ત્યારે આ યુવા ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રેરણા મેળવી આગામી બે દાયકાઓ માટે ખેતીની આવક ફિક્સ કરી અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે.