રાજકોટઃ ઉપલેટામાં ખેડૂતોએ વીમા કંપની દ્વારા કરાતા અન્યાય સામે વિરોધ કર્યો હતો. આ માટે ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી હતી. ત્યારબાદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ હાથમાં બેનરો સાથે રેલી કાઢી અને સૂત્રોચ્ચા પણ કર્યા હતા. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, ખેડૂતો આપઘાત કરે તે પહેલા સરકાર જાગે. આ સાથે નહીં ચલેગા નહીં ચલેગાના નારા પણ ખેડૂઓએ બોલાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો દ્વારા પાક માટે વીમો લેવામાં આવે છે પરંતુ વીમા કંપનીઓ દ્વારા સમય પર પૈસા ન અપાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. આ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. 


જુઓ વીડિયો


આ દરમિયાન ખાનગી વીમા કંપનીઓ સામે ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતો પાક વીમો લેતા હોય છે પરંતુ જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે વીમા કંપનીઓ પૈસા આપવા માટે પોતાની મનમાની કરતી હોય છે. આ કારણે ખેડૂતોની સ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે.