રાજકોટ : કપાસની ખરીદી બંધ કરતા આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ કર્યો
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ઘણા તાલુકા 50 ટકાથી પણ વધુના ખેડૂતોની કપાસની ખરીદી બાકી છે. બીજી તરફ જે પણ ખરીદી થઈ રહીં છે તે ખૂબ ધીમી ગતિએ થઈ રહી હોવાનો કિસાન સંઘ આક્ષેપ કરી રહ્યા છે. હજી ઘણા ખેડૂતો એવા પણ છે કે, જેમના નામ નોંધણી થઈ ગયા છે. તેમનો પણ હજી વારો નથી આવ્યો, જેને લઈને કિસાન સંઘ દ્વારા આજે કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. જોકે કિસાન સંઘમાં આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.
રક્ષિત પંડ્યા/રાજકોટ :એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ઘણા તાલુકા 50 ટકાથી પણ વધુના ખેડૂતોની કપાસની ખરીદી બાકી છે. બીજી તરફ જે પણ ખરીદી થઈ રહીં છે તે ખૂબ ધીમી ગતિએ થઈ રહી હોવાનો કિસાન સંઘ આક્ષેપ કરી રહ્યા છે. હજી ઘણા ખેડૂતો એવા પણ છે કે, જેમના નામ નોંધણી થઈ ગયા છે. તેમનો પણ હજી વારો નથી આવ્યો, જેને લઈને કિસાન સંઘ દ્વારા આજે કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. જોકે કિસાન સંઘમાં આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.
દેશમાં પહેલીવાર લગ્નની વાડીમાં COVID સેન્ટર ઉભું કરાયું, સુરતે કરી બતાવ્યું...
ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે 10 જેટલા ખેડૂતોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને રસ્તા પર જ કપાસ ફેંકી વિરોધ કર્યો હતો. આ સાથે જ ખેડૂતોએ કપાસના પોટલા પણ રસ્તા પર જ મુકી દીધા હતા. જેથી ખેડૂતોએ CCI દ્વારા કપાસની ખરીદી તાત્કાલીક ચાલુ કરવા માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર