અમદાવાદ : જમાલપુર શાકમાર્કેટ ન ખૂલતા ખેડૂતોનો હોબાળો, પોલીસ બોલાવવી પડી
અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ ખાતે આજે મોટી સંખ્યામાં વેજિટેબલ કમિશન એજન્ટ અને વેપારીઓ એકઠા થયા હતા. ખેડૂતોનું શાકભાજી માર્કેટમાં લાવવાની શરૂઆત કરાશે. એક મહિના માટે માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. 31 જુલાઇના રોજ જેતલપુર માર્કેટ બંધ થયું હતું, જોકે, તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતોને મોટી સમસ્યા ઉભી થઈ હતી. શાકભાજી ક્યા વેચવા જવું એ મોટો સવાલ હતો. તેથી કેટલાક ખેડૂતો આજે શાકભાજી લઇ જમાલપુર માર્કેટ પહોંચ્યા હતા. જમાલપુર માર્કેટના સિક્યુરિટી સ્ટાફે દરવાજે તાળાબંધી કરી હતી.
ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ ખાતે આજે મોટી સંખ્યામાં વેજિટેબલ કમિશન એજન્ટ અને વેપારીઓ એકઠા થયા હતા. ખેડૂતોનું શાકભાજી માર્કેટમાં લાવવાની શરૂઆત કરાશે. એક મહિના માટે માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. 31 જુલાઇના રોજ જેતલપુર માર્કેટ બંધ થયું હતું, જોકે, તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતોને મોટી સમસ્યા ઉભી થઈ હતી. શાકભાજી ક્યા વેચવા જવું એ મોટો સવાલ હતો. તેથી કેટલાક ખેડૂતો આજે શાકભાજી લઇ જમાલપુર માર્કેટ પહોંચ્યા હતા. જમાલપુર માર્કેટના સિક્યુરિટી સ્ટાફે દરવાજે તાળાબંધી કરી હતી.
ધંધુકા રોડ પર ગેસના બાટલા ભરેલા ટ્રકમા બ્લાસ્ટ, બાજુથી પસાર થઈ રહેલી કારમાં સવાર 4 ઈજાગ્રસ્ત
જમાલપુર APMC ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા ખેડુતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જમાલપુર APMC બંધ હોવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. છેલા ચાર મહિનાથી જમાલપુર APMC ને જેતલપુર ખસેડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી ખેડૂતોએ જમાલપુર APMC શરૂ કરવાની માંગ કરી હતી.
વડોદરામાં હિટ એન્ડ રન : કારની ટક્કરથી 2 યુવકોના મોત, રસ્તા પર જ ભાંગી પડ્યો પરિવાર
કમિશન એજન્ટ અને જમાલપુર માર્કેટના સિક્યુરીટી કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. દરવાજા ખોલી ખેડૂતોની શાકભાજી માર્કેટમાં લવાઇ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા સિક્યોરિટી સ્ટાફે ફરી માર્કેટના દરવાજા બંધ કર્યા હતા. જેના બાદ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને માર્કેટની અંદર પહોંચેલી શાકભાજીની ગાડીઓ બહાર કાઢી હતી. માર્કેટમાં રહેલા વેપારી અને મજુરોને માર્કેટની બહાર મોકલ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર