વડોદરામાં હિટ એન્ડ રન : કારની ટક્કરથી 2 યુવકોના મોત, રસ્તા પર જ ભાંગી પડ્યો પરિવાર

વડોદરામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. વડોદરાના તરસાલી ચોકડી પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે બાઈક પરથી પસાર થઈ રહેલ બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગાગરેટીયા ગામના બે યુવાનોનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પરંતુ દુખદ ઘટના તો એ હતી કે, કલાકો સુધી બંને યુવકોના મૃતદેહો રસ્તા પર રઝળતા રહ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કારચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. 

Updated By: Aug 2, 2020, 02:05 PM IST
વડોદરામાં હિટ એન્ડ રન : કારની ટક્કરથી 2 યુવકોના મોત, રસ્તા પર જ ભાંગી પડ્યો પરિવાર

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. વડોદરાના તરસાલી ચોકડી પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે બાઈક પરથી પસાર થઈ રહેલ બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગાગરેટીયા ગામના બે યુવાનોનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પરંતુ દુખદ ઘટના તો એ હતી કે, કલાકો સુધી બંને યુવકોના મૃતદેહો રસ્તા પર રઝળતા રહ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કારચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. 

ધંધુકા રોડ પર ગેસના બાટલા ભરેલા ટ્રકમા બ્લાસ્ટ, બાજુથી પસાર થઈ રહેલી કારમાં સવાર 4 ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, ગાગરેટિયા ગામના રહેવાસી ચંદ્રેશભાઈ તડવી તથા તેનો સાથી મિત્ર પોતાની મોટર સાઇકલ લઈને નીકળ્યા હતા. GJ.06.KS.0902 નંબરની બાઈક પર બંને યુવકો અંગત કામ માટે તરસાલી ચોકડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. GJ15.CD.3889 નંબરની કારે ધડાકાભેર મોટરસાઇકલને અથડાવી હતી. ત્યારે બંને યુવકોન કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 

આ ગુજરાતીએ બનાવેલ સંજીવની લાડુમાં કેટલી તાકાત છે તે સાંભળીને અભિભૂત થઈ જશો

અકસ્માત સર્જીને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ 108 ના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કલાકો સુધી યુવકોના મૃતદેહો રસ્તા ઉપર રઝળતા જોવા મળ્યા હતા. અકસ્માતની જાણ થતા જ બંને યુવકોના પરિવારજનો દોડી આવ્યા હતા. રસ્તા પર પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. જેથી ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે ગાગરેટિયા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર