કચ્છઃ જૂણા-દેઢિયા ગામ નજીક પોલીસ પર ઘાતક હુમલો, ત્રણ કર્મીઓ ઈજાગ્રસ્ત
જૂણા-દેઢિયા ગામ નજીક ખનીજ ચોરી બાબતે પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી. આ દરમિયાન ખનીજ માફીયાઓએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છઃ કચ્છમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ખાવડા પોલીસ પાર્ટી પર જૂણા-દેઢિયા ગામ નજીક પોલીસ પર ઘાતક હુમલો થયો છે. આ ઘટનામાં આશરે ત્રણ પોલીસ કર્મીઓને માથામાં ઈજા થઈ છે. પોલીસ આ વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી સંદર્ભે રેડ કરવા ગઈ હતી, ત્યારે આ હુમલાની ઘટના બની છે. આ ઘટના બાદ ડીવાયએસપી સહિતનો કાફલો ખાવડા જવા રવાનો થયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર જૂણા-દેઢિયા ગામ નજીક ખનીજ ચોરી બાબતે પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી. આ દરમિયાન ખનીજ માફીયાઓએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ જેટલા પોલીસ કર્મીઓને માથામાં ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયો છે.
Corona Update: સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, 19 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર
હાલ ઈજાગ્રસ્ત થયેલી પોલીસકર્મીઓને ખાવડા સામૂહિક કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો તેની કાર્યવાહી પોલીસ કરી રહી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube