Corona Update: સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, 19 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર


છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 
 

 Corona Update: સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, 19 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના નવા કેસનો રાફડો ફાટ્યો છે. સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 32023 પર પહોંચી ગઈ છે. તો આ દરમિયાન કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 440 વ્યક્તિઓ સાજા થયા છે. તો રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1828 છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યો છે. ગઈકાલે 624 કેસ આવ્યા બાદ આજે નવા 626 કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં સૌથી વધુ 222, સુરત શહેરમાં 185, વડોદરામાં 47 કેસ નોંધાયા છે. તો રાજકોટ, આણંદમાં 11-11, મહેસાણા અમરેલીમાં નવા 10-10 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 32 હજાર 23 પર પહોંચી ગઈ છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મૃત્યુ થયા છે. જેમાં  અમદાવાદમાં 9, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1828 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 6947 છે. જેમાં 63 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી 23248 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 3 લાખ 67 હજાર 739 કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યભરમાં કુલ 2 લાખ 39 હજાર 795 લોકો ક્વોરેન્ટીન છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news