પોલીસ પુત્રને ડ્રગ્સથી મુક્ત કરાવવા પિતાએ છેડ્યું અભિયાન, માતાપિતાને માર મારતો હોવાની દર્દભરી દસ્તાન ભારે હદયે વર્ણવી...
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈનો પુત્ર નશાની લત્ત પુરી કરવા માટે તેમની પાસે વારંવાર રૂપીયાની માંગણી કરી રહ્યો છે અને જો રૂપીયા ના આપે તો માર પણ મારે છે. જેને લઈ તેના માતા પિતાને માર મારતો હોવાની દર્દભરી દસ્તાન ભારે હદય સાથે મીડીયા સમક્ષ કરી.
મૌલિક ધામેચા/અમદાવાદ: એક તરફ યુવાધનને ડ્રગ્સના રવાડે ચ઼ડતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ થ્રીલ એડીક્ટ અંગર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદ પોલીસએ નાઇટ હાફ મેરેથોન દોડ પણ યોજી હતી.
જો કે બીજી તરફ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ એસ આઇ ઉચ્ચ અધિકારીઓની કામગીરી પર આક્ષેપો કરી રહ્યાં છે. એ એસ આઇ ભીખુસિંહ ઝાલાનો આક્ષેપ છે કે તેમનો પુત્ર ગાંજાની લત્ત લાગી ગઇ છે, અનેક પ્રયત્નો કરવા છતાં પણ આ ટેવમાંથી તે બહાર આવી શકતો નથી. તેમણે તેમાના પોલીસ ઇન્સપેક્ટરોને પણ આ બાબતમાં મદદ કરવા માટેની માંગ કરી છે. પરંતુ તેઓ કોઇ જ મદદ કરી રહ્યા ન હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.
જુહી ચાવલાના દાદા સસરાએ બનાવેલી કન્યા ગુરુકુલ વિવાદમાં, સજાતિય સંબંધોને લઈ ઘટસ્ફોટ
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈનો પુત્ર નશાની લત્ત પુરી કરવા માટે તેમની પાસે વારંવાર રૂપીયાની માંગણી કરી રહ્યો છે અને જો રૂપીયા ના આપે તો માર પણ મારે છે. જેને લઈ તેના માતા પિતાને માર મારતો હોવાની દર્દભરી દસ્તાન ભારે હદય સાથે મીડીયા સમક્ષ કરી. જોકે આ નશાનો સામાન ક્યાંથી લાવે છે તે પોલીસ પિતા હજી નક્કી કરી શક્યા નથી.
જેનો સીધો સંદેશ એવો પણ થાય કે પોલીસ પોતાના દીકરાને પણ આ વ્યસનની લતમાંથી ઉગારી શકી નથી. એક પિતા તરીકે તમામ પ્રયત્નો બાળકને સુધારવા માટે ભીખુસિંહ ઝાલાએ કર્યા પરંતુ બાળક સુધરવાને બદલે તેમનો જ વિરોધી બનતો ગયો જેને લઇ પોલીસની પોલીસે મદદ માગી અને પોલીસ કામગીરી ન કરતા હોવાના પોલીસે જ આક્ષેપ કર્યા.
પાટીલે આ કરી બતાવ્યું તો એમને દિલ્હી જતા કોઈ નહીં રોકી શકે, PM મોદીએ આપવું પડશે પદ
શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ ભીખુસિંહ ઝાલાનો પુત્ર નશાના રવાડે ચઢ્યા બાદ કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ તેઓની મદદ ન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા.જે મામલે એ ડિવિઝના એસીપી જી.એસ. સયાન ખુલાસો કર્યો અને કહ્યું કે ભીખુસિંહ અમારા પોલીસ પરિવારના સભ્ય છે. જેમના પુત્ર માટે અગાઉ પણ બારડોલી નજીક નશામુક્તિ કેન્દ્રમાં તેને મુકવા તૈયારી કરી હતી પણ તે પુત્રને લઈ ગયા ન હતા. ત્યારે આવી સ્થિતિમાં ભીખુંસિંહ ગમે ત્યારે રજા પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવતી હોવાનું કહી રહ્યા છે. જ્યારે એસીપી જી.એસ.સયાન કહેવું છે કે પોલીસ કર્મી ભીખુસિંહ વસ્ત્રાપુર પીઆઇ જે.કે.ડાંગર અને મને રજુઆત કરશે તમામ મદદ કરશું.
ભગવો ઉતારી દેતા તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું, બાપુના 15 યુવતીઓ સાથે સંબંધ હતા...
અગાઉ પણ મદદ કરી છે પણ ભીખુસિંહ લગાવેલા તમામ આરોપ એસીપી નકારી દીધા હતાૉ. એટલું જ નહીં પોલીસ કર્મી ભીખુસિંહ આક્ષેપ કર્યો હતો કે વસ્ત્રાપુરમાં પોલીસ કમિશનર વિઝીટ દરમીયાન તેમને મળવા દીધા ન હતા. જે મામલે એસીપી કહ્યું કે પોલીસ કમિશનર તમામ પોલીસ કર્મી મળીને પોતાના લગતા પ્રશ્નો વિષે પૂછ્યું હતું અને પોલીસ કમિશનર તમામ લોકોને મળ્યા હતા.