અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરાએ બનાવેલી કન્યા ગુરુકુલ વિવાદમાં, સજાતિય સંબંધોને લઈ ઘટસ્ફોટ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરા દ્વારા બનાવવામાં આવેલ આ સંસ્થાનુ સંચાલન આજે પણ જુહી ચાવલાના પતિ જય મહેતા અને જુહી ચાવલાના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે. આ સંસ્થાના સંચાલકો તેમજ ગુરુકુલના પ્રિન્સીપાલ દ્વારા આ આક્ષેપોને ખોટા ગણાવી તેઓની સંસ્થા નામાંકિત સંસ્થા હોવાનું જણાવ્યું હતું.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: કન્યાઓના શિક્ષણ માટે રાજ્ય સહિત દેશભરમાં જાણીતી પોરબંદરની આર્ય કન્યા ગુરૂકુલમાં સજાતીય સંબંધો બાંધવા માટે ગુરુકુલમાં રહેતી વિદ્યાર્થીનીઓ દબાણ કરતી હોવાના આક્ષેપ ગુરુકુલ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ જ ઉઠાવતા આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ તથા ગુરુકુલના સંચાલકો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ આ મામલે વાલીઓ અને વિધાર્થીનીઓએ બાળ કલ્યાણ સમિતિને રજુઆત કરવા પહોંચી હતી.
દીકરીઓના શિક્ષણ માટે પોરબંદર સહિત દેશભરમાં જાણીતી એવી આર્ય કન્યા ગુરુકુલ સંસ્થામાં વિદ્યાર્થીનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થનીઓ સાથે સજાતીય સંબધો બનાવવા માટે મજબૂર કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ગુરુકુલ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ કરતા આ સંસ્થા ભારે વિવાદમાં આવી છે. સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે સજાતીય સંબંધો બનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે તો અહીં ગુરુકુલની બે રેક્ટર પણ આમાં સાથ આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
સજાતીય સંબંધો બનાવવા વિદ્યાર્થીનીઓ દ્વારા ચીઠ્ઠીઓ પણ લખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી ચિઠ્ઠી પણ વિદ્યાર્થીનીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવેલ બીભત્સ લખાણને વાંચીને વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા ગુરુકુલ ખાતે જઇને આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ તેમના વાલીઓને જણાવતા વિદ્યાર્થીનીઓ તેમના વાલીઓ સાથે ગુરુકુલના સંચાલકો અને આચાર્ય સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે સંસ્થાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી આ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યુ હતુ.
આ મામલે આજે પોરબંદર ખાતે આવેલ બાળ કલ્યાણ સમિતિના સભ્યો રજુઆત કરવા માટે વિદ્યાર્થીનીઓ તેઓના વાલીઓ સાથે પહોંચી હતી. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, વિદ્યાર્થીનીઓએ તેઓ સાથે આવું થઈ રહ્યું છે તે અંગે બેથી ત્રણ વખત સંસ્થામાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેઓની વાત ધ્યાને લેવામાં આવી ન હતી. આ ગુરુકુલમાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ સાથે આવી ઘટના ક્યારેય ન બને તે માટે અમો આગળ આવ્યા છે તેવું વાલીઓએ જણાવ્યુ હતુ.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરા દ્વારા બનાવવામાં આવેલ આ સંસ્થાનુ સંચાલન આજે પણ જુહી ચાવલાના પતિ જય મહેતા અને જુહી ચાવલાના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે. આ સંસ્થાના સંચાલકો તેમજ ગુરુકુલના પ્રિન્સીપાલ દ્વારા આ આક્ષેપોને ખોટા ગણાવી તેઓની સંસ્થા નામાંકિત સંસ્થા હોવાનું જણાવ્યું હતું.
આ મામલે આજે વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ બાળ કલ્યાણ સમિતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ તેઓની રજુઆતને સાંભળી કાઉન્સિલીંગ કર્યા બાદ વિદ્યાર્થીની અને તેમના વાલીઓએ જે પણ કાર્યવાહી કરવી હોય તેમા સાથે અને સહકાર આપશે તેવું સમિતિના ચેરેમેને જણાવ્યુ હતુ.આ બાળ કલ્યાણ સમિતિના મહિલા સભ્યએ એવુ જણાવ્યુ હતુ કે,આ દિકરીએ અવાજ ઉઠાવ્યો તેને શાબાશી આપુ છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકે તેમ તેઓએ જણાવ્યુ હતું.
પોરબંદરની આર્ય કન્યા ગુરુકુલ સંસ્થા પર અહીં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પર સજાતીય સંબંધો બનાવવા માટે મજબૂર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવતા શિક્ષણના ધામ પર સવાલો ઉઠી રહ્યા છે આ મામલે એક વિદ્યાર્થીની નહીં પરંતુ અનેક વિદ્યાર્થીનીઓ તેના વાલીઓ સાથે સામે આવીને જે રીતે આક્ષેપ કર્યા છે ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવી ખૂબ જરૂરી છે. આ સંસ્થામાં આવી ઘટનાઓ બનતી હોય અને તેમાં જો સંસ્થાના કર્મચારીઓ પણ જવાબદાર હોય તો તેઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી જરૂર કરવી જોઈએ. જેથી યોગ્ય તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી સત્ય બહાર લાવવામાં આવે તે જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે