Surat News : આ વાત છે સુરત શહેરના લિંબાયત વિસ્તારની. જ્યાં એક વ્યક્તિ પોતાની જ દિકરીનું ઘર તોડવા કારસા રચતા પકડાયા છે. સુલેમાન નામના વ્યક્તિએ પોતાના જ જમાઈના નામે ધાર્મિક લાગણી દુભાવતી પત્રિકાઓ વાયરલ કરીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો. પત્રિકામાં હિન્દુ સંગઠન વિરોધી વાતોનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હિન્દુ સંગઠનોને પણ મોકલી. જેથી શિક્ષક જમાઈ ફસાય અને જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય. જોકે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થતા પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંબાયત વિસ્તારમાં રહેતા શિક્ષક રઈશ શેખ એક ટ્યુશન ક્લાસ ચલાવે છે. તેઓ સરકારી નોકરી માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. જોકે બદનામી થવાના કારણે સરકારી નોકરી હાથમાં જતી રહે તેવા આશય સાથે સસરા સુલેમાને આ ષડયંત્ર રચ્યું હતું. જેમાં વાંધાજનક લખાણ લખીને ટ્યુશન ક્લાસના નામે પત્રિકા વાયરલ કરાઈ. જોકે રઈશ શેખને હિન્દુ સંગઠનો તરફથી ફોન આવવાની શરૂઆત થતા સમગ્ર બાબત અંગે તેમને જાણ થઈ હતી. જે બાદ ખાનગી રાહે તપાસ કરતા આ કામ અન્ય કોઈ નહીં પરંતુ પોતાના સસરાએ જ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે રઈશ શેખે પોતાના સસરા સુલેમાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 


મૃત સમજીને જેના અંતિમ સંસ્કાર કર્યા એ જીવતો નીકળ્યો, મહેસાણાનો અજીબોગરીબ કિસ્સો!


આરોપી સુલેમાન પોતાના જમાઈને પસંદ કરતા નહોતા. વળી છેલ્લા કેટલાક દિવસથી દિકરી પણ તેમના ઘરે હતી. જોકે જમાઈ રઈશને સરકારી નોકરી લાગી જાય અને દિકરી ફરી તેની પાસે જતી રહે તેવું આરોપી સુલેમાન ઈચ્છતા નહોતા. જેના કારણે તેમણે હિન્દુ-મુસ્લિમ વૈમનષ્ય ફેલાય તેવા હેતુસર એક પત્રિકા છપાવી. જેને જમાઈના નામે વાયરલ કરીને ફસાવવાનો પ્રયાસ કર્યો. જોકે તમામ કાવતરાનો પર્દાફાશ થતા આરોપી સસરા હવે જેલની હવા ખાઈ રહ્યા છે. પરંતુ પોતાની જ દીકરીનું ઘર ભાંગવા માગતા આ વ્યક્તિ સામે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે. 
 
પેમ્પલેટમાં વાધાજનક લખાણ


  • મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રીક

  • ભાજપ આરએસએસ, બજરંગ દળ, શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડવાની ટ્રીક

  • પોતાની પુત્રીઓને બજરંગ દળ તથા અન્ય સંગઠનોના છોકરાઓથી બચવાની ટ્રીક

  • દર માસે અલીમે દિન સાથે ચર્ચા

  • મુસ્લિમ પર્સનલ લોના ઉપયોગ

  • કુરાન શરીફ તફસીર સાથે શિખવવામાં આવશે.

  • ક્લાસીસની 20 ટકા કમાણી ધર્મના કામમાં આપવામાં આવશે.

  • સીધા આદમ સેનામાં જોઈન્ટ થવાની તક

  • શેરીયા કાયદા લાગુ કરવાની તાલીમ


આ સમગ્ર પ્રકરણમાં આરોપી સસરાની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, લિંબાયતમાં રહેતા અને ટ્યુશન કલાસ ચલાવતાં રઈશ શેખ દ્વારા હાલમાં જ વિદ્યા સહાયક તરીકેનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જો કે, સસરા સુલેમાન શેખ પોતાના જમાઈને સરકારી નોકરી ન મળે તે માટે આખો કારસો રચ્યો હતો. જો સરકારી નોકરી મળે તો સુલેમાન ની દીકરી તેના જમાઈ પાસે પરત જતી રહેશે તેવી બીક પણ તેને હતી. આ ઉપરાંત સુલેમાને તેનો જમાઈ બિલકુલ પસંદ ન હતો. સુલેમાન શેખ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલા પેમ્પલેટમાં હિન્દુ - મુસ્લિમ વચ્ચે દ્વેષભાવ વધવાની સાથે - સાથે હિન્દુ સંગઠનો વિરૂદ્ધ વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હતું. આ પ્રકારના પેમ્પલેટને પગલે રઈશ શેખ કાયદાની ચપેટમાં આવે અને તેમનું ભવિષ્ય બદબાદ થઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે સુલેમાન શેખ દ્વારા કારસો રચવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.


ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું