અંધશ્રદ્ધાનો આંધળો કિસ્સો! સગા બાપે દીકરીઓ ધૂણાવી, હાથ આગમાં હોમ્યા, ઉઘાડા પગે આગમાં ચલાવી, માતાને મારી
જૂનાગઢના પીપળી ગામમાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. પીપળી ગામમાં સગા પિતાએ સગીર દીકરીઓને યાતના આપી છે.
ઝી બ્યુરો/જૂનાગઢ: વિજ્ઞાન અને ટેક્નોલોજીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે, એવી જ એક ઘટના જૂનાગઢમાં ઘટી છે. સગીરાઓને યજ્ઞમાં બોલાવી યાતના આપવામાં હોવાની ચર્ચાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢના પીપળી ગામમાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે.
ભાવનગરના મેવાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા 6 શ્રમિકોના કરૂણ મોત
સગીરાઓને યજ્ઞમાં બોલાવી આગ પર ચાલવા મજબૂર કરી હતી. મેલી વિદ્યા હોવાની આશંકાએ સગીરાઓના હાથ આગમાં હોમ્યા હતા. માતાએ વિરોધ કરતા માતાને માર્યો માર હતો. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હાલ સગીરાઓની માતાએ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સમય નોરતા ચાલી રહ્યા છે મા શક્તિની આરાધના કરાઈ રહી છે અને બીજી તરફ દીકરીઓ જેમને શક્તિનું રૂપ માનવામાં આવે છે તેમની બલિ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. અંધશ્રદ્ધાના નામે તેમને ડામ અપાઈ રહ્યા છે. 21મી સદીમાં કઈ દિશા તરફ સમાજ જઈ રહ્યો છે આ સૌથી મોટો સવાલ છે.
જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર
શું છે સમગ્ર કિસ્સો?
કેશોદ તાલુકાના પીપળી ગામે અંધશ્રદ્ધાના કિસ્સામાં ગજેરા પરિવારની વહુ દમયતિ પ્રફુલ ગજેરા જે 7 વર્ષ થી રિસામણે પિયર હોય તેની સગીર વયની દીકરીઓને માતાજીના મઢે હવનમાં બોલાવી ધુણાવવામાં આવી હતી. સગીર દીકરીને માતાજી આવે છે કે મેલું છે તેના પરખા કરવા હવન કુંડમાં તાપમાં હાથ નખાવી ખુલે પગે ચલાવી હતી. તેમની માતાએ વિરોધ કરતા માતાને પણ માર મારવામાં આવ્યો હતો.
શરમજનક! 906 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શું આ રીતે વિકાસ થશે ગુજરાતમાં?
આ ઘટના બાદ માતાનો આક્ષેપ છે કે મારી દીકરીની બલી ચડવાની પણ તૈયારી હતી. જેમાં બને પુત્રી સાધના પ્રફુલ ગજેરા ઉ.13 વર્ષ અને બીજી યાત્રી ગજેરા ઉ.15 વર્ષ ને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દીકરીની માતાએ પ્રફુલ ગજેરા અને તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે.
હવે બીમાર પડશો તો ખિસ્સું થઈ જશે ખાલી, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ વધારો
અંધશ્રદ્ધાના ગુજરાતમાં ક્યારે ક્યાં નોંધાયા કેસ?
તારીખ
30 માર્ચ 2023
જૂનાગઢમાં બે દીકરીઓને આગ પર ચાલવા મજબૂર કરી
કેશોદ તાલુકાના પીપળી ગામની ઘટના
તારીખ
3 માર્ચ 2023
બારડોલીના મઢી ગામની વાત્સલ્ય શાળાનો બનાવ
વિદ્યાર્થિનીની તબિયત બગડતાં ભૂવાને બોલાવ્યો
તારીખ
12 ફેબ્રુઆરી 2023
પોરબંદરના બખરલા ગામનો બનાવ
2 મહિનાની બાળકીને ડામ આપ્યા
ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભૂવા પાસે ડામ અપાવ્યો
7 ફેબ્રુઆરી 2023
ગાંધીનગરમાં ભૂવાએ પરિવાર પાસેથી 62,000 રોકડા પડાવ્યા
તારીખ
23 જાન્યુઆરી 2023
અરવલ્લીના ભિલોડામાં ડાકણના વહેમમાં મહિલાને ઢોર માર માર્યો
તારીખ
11 જાન્યુઆરી 2023
સેલવાસમાં અંધશ્રદ્ધાના નામે 9 વર્ષીય બાળકની બલિ ચઢાવી દેવામાં આવી
તારીખ
20 ડિસેમ્બર 2022
છાતીમાં દુ:ખાવો થતાં યુવતીને માતાજી પાસે લઈ ગયા
યુવતીનું હોસ્પિટલમાં લઈ જાય તે પહેલાં મોત નીપજ્યું
તારીખ
14 ડિસેમ્બર 2022
બનાસકાંઠાના ધાનેરાના ગોલા ગામે ભૂવાઓએ 35 લાખ રૂપિયા પડાવ્યા
1.70 લાખની ચાંદીની પાટો પણ લઈ ગયા