Price Hike: હવે બીમાર પડશો તો ખિસ્સું થઈ જશે ખાલી, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ વધારો

Medicine Price Hike:આજકાલ બીમાર પડવું પણ મોંઘું થઈ ગયું છે. છેલ્લા 3 મહિનામાં શરદી, ખાંસી અને તાવમાં આપવામાં આવતી એન્ટી એલર્જિક દવાઓના ભાવમાં વધારો થયો છે. દરેક નવી બેચ ભાવ વધારા સાથે આવી રહી છે. પહેલી એપ્રિલથી હ્રદય રોગ, ડાયાબિટીસની સાથે અન્ય દવાઓના ભાવ વધ્યા છે. તો ડૉક્ટર્સની ફી પણ વધવા લાગી છે.

Price Hike: હવે બીમાર પડશો તો ખિસ્સું થઈ જશે ખાલી, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ વધારો

Price Hike: ડાયાબિટીસ, હ્રદય રોગ વિશેષજ્ઞોએ હવે ફી 300 રૂપિયાથી વધારીને 500 રૂપિયા અને 500 રૂપિયાથી વધારીને 700 થી એક હજાર રૂપિયા કરી દીધો છે. જે ડૉક્ટર 1000 રૂપિયા લેતા હતા હવે તેઓ 1500 રૂપિયા લે છે. દવા અને ડૉક્ટરની ફીમાં વધારો થતા હ્રદય રોગ, ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓના ઈલાજનો ખર્ચ 20 થી 25 ટકા વધી ગયો છે.

આ મહત્વની દવાઓના ભાવ વધ્યા
બ્રાન્ડ નામ                                                   રોગ                                     પ્રથમ દર                 હવે દર
મોન્ટાયર-એલસી 15 ટેબ્લેટ્સ               એલર્જી અને શરદી                             423                     523
ડાયનાપર-એમઆર 10 ટેબ્લેટ્સ          સ્નાયુઓમાં દુખાવો                             219                     241
કેટોરોલ-ડીટી 15 ટેબ્લેટ          દાંતનો દુખાવો અને શરીરનો દુખાવો                 133                    146
કાયમોરલ ફોર્ટ 20 ટેબ્લેટ્સ                   સોજો, પીડા માટે                               423                    453

મોંઘવારી સતત વધી રહી હોવાના કારણે ડૉક્ટર તેની કન્સ્લ્ટેશન ફી વધારી રહ્યા છે. તો સાથે આવશ્યક દવાઓના રેટ વધી રહ્યા છે. જ્યારે દર્દીઓનું કહેવું છે કે, આ બંનેમાં ભાવ વધારાના કારણે તેમના દવાઓના બજેટમાં અસહ્ય વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news