નરેશ ભાલિયા/રાજકોટ :જ્યારે હવસ વ્યક્તિની માથે સવાર થઇ જાય ત્યારે તમામ સંબંધોને ભૂલી જાય છે. આવું જ કંઈક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોટા દડવા ગામમાં બન્યું, જ્યાં પાલક પિતાએ પોતાની પુત્રી ઉપર પોતાની હવસ કાઢી અને સંબંધોને લજવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઘટના
રાજકોટના જસદણ તાલુકાના મોટાદડવા ગામે પાલક પિતાએ અપંગ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી અપંગ પુત્રી પાલક પિતા સાથે 6 મહિનાથી રહેવા આવી હતી. પરંતુ એકલતાનો લાભ લઈ પાલક પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. અપંગ પુત્રી પર બે વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.


આ પણ વાંચો : કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ 


પ્રાપ્ત માહિતી અનુસાર, મોટાદડવા ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતા પ્રવીણ ઉર્ફે મુન્નો બાબુ ચૌહાણે વિસાવદરની ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. પ્રવીણની પત્ની સાથે તેની 21 વર્ષની અપંગ પુત્રી આવી હતી. આ પાલક પુત્રી અપંગ હોવાથી ચાલી પણ શક્તી ન હતી અને ઘરે રહેતી હતી. સાથે સાથે તેની માતા પણ બહાર કામ માટે જાય ત્યારે અપંગ પુત્રીને ઘરે એકલા રહેવું પડતું હતું. આ દરમિયાન એકલતાનો લાભ લઇ પ્રવીણ ઉર્ફે મુન્નો અને તેની પાલક પુત્રી બંને ઘરે હતા, ત્યારે નરાધમ પ્રવીણની નજર બગડી હતી અને તેણે એકલતાનો લાભ લઈને તેની પાલક પુત્રી સાથે જ ન કરવાનું કર્યું હતું. તેણે પિતા પુત્રીના સંબંધોને લજવ્યા હતા. સાથે સાથે આ નરાધમ પ્રવીણે તેની અપંગ અને ચાલી ન શક્તિ પાલક પુત્રીને ધમકી આપી હતી કે જો આ વાત કોઈ ને કહીશ તો મારી નાખીશ. પિતાની ધમકીથી ડરી ગયેલી પુત્રીએ આ વાત કોઈને કરી ના હતી. 


પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે તે આ ઘટના ભુલી ન હતી, ત્યાં જ તેના પાલક બાપના મનમાં વાસનાનો કીડો ફરી સળવળી ઉઠ્યો હતો. ફરી તેણે તેની પાલક દીકરીનો ફાયદો ઉઠાવીને તેની સાથે રાક્ષસ પણ ના કરે તેવી રીતે ન કરવાનું કર્યું હતું.


આ પણ વાંચો : ખંભાતમાં હિંસા બાદ મોટી કાર્યવાહી, તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું 


21 વર્ષય અપંગ પાલક દીકરીથી તેના પાલક પિતાની હવસ અને ત્રાસ સહન ન થતા અંતે તેણે તેને સમગ્ર હકીકત માતાને જણાવી હતી. ગુસ્સે થયેલી માતાએ દીકરી સાથે આટકોટ પોલીસમાં જઈને સમગ્ર હકીકત કહી હતી અને તેને આધારે આટકોટ પોલીસે દુષ્કર્મની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી. તાત્કાલિક આ નરાધમ પાલક પિતા પ્રવીણ ઉર્ફે મુન્નાને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 


કોણ છે આ નરાધમ પાલક પિતા
હવસખોર નરાધમ પ્રવીણ ઉર્ફે મુન્નો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોટા દડવા ગામે રહે છે અને તે ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે. આ દરમિયાન તેનો સંપર્ક જૂનાગઢ જિલ્લાના વિસાવદરની મહિલા સાથે થયો હતો. વિસાવદરની આ મહિલાને તેના આગળના પતિ સાથે છૂટાછેડા થયા હતા અને તેના બાદ પ્રવીણ સાથે લગ્ન કરીને તેના ઘરે રહેતી હતી. સંબંધમાં પ્રવીણ 21 વર્ષય અપંગ યુવતીનો પાલક પિતા થાય છે.


હાલ તો નરાધમ પ્રવીણ તેના કરતૂતો માટે જેલમાં છે, પરંતુ તેણે કરેલ કૃત્ય માટે અને તેણે લજાવેલ પિતા પુત્રીના સબંધો માટે કોઈ પણ સજા ટૂંકી પડે તે ચોક્કસ છે.