પોપ્યુલર બિલ્ડર કેસમાં બાપ-બેટાના રવિવાર સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજુર રાખ્યા
વસ્ત્રાપુર પોલીસે પકડેલા પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી પિતા-પુત્ર સહિત ચાર આરોપીઓને શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. વિવિધ ગ્રાઉન્ડ હેઠળ પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચારે આરોપીઓના રવિવાર સવારે 11:30 સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. પોલીસે પોપ્યુલર બિલ્ડર કેસમાં ગંભીર કલમો ઉમેરી નોંધેલી ફરિયાદ બાદ વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરવા શનિવારે ચારેય આરોપીઓને કોર્ટે માં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવામાં આવી બંને પક્ષોની દલિલ સાંભળી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે પકડેલા પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી પિતા-પુત્ર સહિત ચાર આરોપીઓને શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. વિવિધ ગ્રાઉન્ડ હેઠળ પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચારે આરોપીઓના રવિવાર સવારે 11:30 સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. પોલીસે પોપ્યુલર બિલ્ડર કેસમાં ગંભીર કલમો ઉમેરી નોંધેલી ફરિયાદ બાદ વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરવા શનિવારે ચારેય આરોપીઓને કોર્ટે માં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવામાં આવી બંને પક્ષોની દલિલ સાંભળી હતી.
Gujarat Corona update: નવા 1282 દર્દી, 1111 દર્દી સાજા થયા, 13 લોકોનાં મોત નિપજ્યાં
પોલીસે કેસની વધુ પૂછપરછ માટે મુખ્યમુદ્દાઓ રજૂ કર્યા હતા કે, ફરિયાદી પાસે ધાક-ધમકી આપીને દસ્તાવેજો ઉપર સહી કરાવી લેવામાં આવી છે. સાથે જ આ કેસમાં અન્ય લોકોને પણ સંડોવણી હોવાનું નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન રમણ પટેલ અને મોનાંગ પટેલ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ ઘણા દિવસથી ગુજરાત અને ગુજરાત બહાર ક્યાં ક્યાં રોકાયા હતા તે માટેની તપાસ કરવા રિમાન્ડની માગણી કરી હતી. જોકે બચાવ પક્ષ સર પે આ લગ્ન વિશે એક વિખવાદની ફરિયાદ હોવાનું ગ્રાઉન્ડ રજુ કરી રિમાન્ડ ઓછા આપે માટે દલીલ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાનું એક એવું ગામ જે સામાન્ય વરસાદ પડતાની સાથે જ થઇ જાયછે સંપર્ક વિહોણું
આ સાથે જ દોઢ વર્ષ અગાઉ ફરિયાદીને ગળુ દબાવી ધમકાવવામાં આવી હતી. તે બાબતે નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદ અંગે પણ બચાવપક્ષના વકીલે રજૂઆત કરી હતી. દોઢ વર્ષ પહેલા બનેલા આકસ્મિક બનાવમાં પાયાવિહોણી ફરિયાદ અને ખોટા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ફરિયાદી સાથે આ બાબતે સમાધાન પણ થયુ હતું અને સંમતિથી ફોટામાં પડવા માટે કરેલી અરજીમાં થી પેમેન્ટ પણ આપવામાં આવેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર