* અમદાવાદમાં ઓનર કિલિંગ જેવો જ કિસ્સો આવ્યો સામે
* માતા પિતાની મરજી વિરુદ્ધ દીકરીએ પ્રેમલગ્ન કરતા મળી ધમકી
* યુવતીના પરીવારજનોએ જાનથી મારી નાખવાની આપી ધમકી
* યુવતીનાં માતા પિતા સહીત 11 સામે નોંધાઇ ફરિયાદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેના મેઘાણીનગરમાં ઓનર કિલિંગ સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરીએ પ્રેમલગ્ન કરતા યુવતીનાં માતા-પિતા તથા પરિવારજનોએ દીકરીના પતિના ઘરમાં ઘુસી જઈને ધાકધમકી આપી. તેમજ યુવતિ અને યુવક બંન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપતા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અગિયાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો  છે. 


સુરતમાં દેવભાષા સંસ્કૃતને જીવીત રાખવા ઝઝૂમી રહ્યો છે મુસ્લિમ શખ્સ, ચલાવે છે સંસ્કૃત ન્યૂઝ પેપર


શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા કલાપીનગરમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાનાં માતાપિતા સહિત 11 પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ધટનાની વાત કરીયે તો દ્રશ્યોમાં દેખાતી યુવતીએ પોતાની સોસાયટીમાં જ રહેતા અમિત વાનખેડે નામનાં પ્રેમ થઇ જતા માતાપિતાની મરજી વિરુધ્ધ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા. યુવતીના માતાપિતા તેમજ પરિવારજનોને આ અંગેની જાણ થતા તેઓએ યુવતીને આ યુવકને છોડી દેવા દબાણ કર્યુ. યુવતીએ ના પાડતા યુવતીનાં માતાપિતા તેમજ રાજસ્થાનમાં રહેતા પરિવારજનોએ ભેગા મળી યુવતીનાં સાસરે આવીને યુવતીને લઇ જવા પ્રયાસ કર્યો. જો કે યુવતી ન માનતા પતિ-પત્નિ બંન્નેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.


ખેડૂતથી એરફોર્સમાં જોડાવા સુધીની સંઘર્ષ ગાથા, NCC કેડેટે ભાવેણાનું ગૌરવ વધાર્યું


યુવતીનાં માતાપિતાએ તેમજ પરિવારજનોએ યુવતીને ફોન કરીને તેમજ તેનાં પતિને ફોન કરીને અનેક વાર ધમકીઓ આપી અને માર મારવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારે આ મામલે અંતે યુવતીએ મેધાણીનગરમાં માતા-પિતા સહિત 11 શખ્સો સામે ફરિયાદ નોઁધાવતા યુવતીનાં માતાપિતા રાજસ્થાન જતા રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. જો કે યુવતીને હજુ પણ પોતાની અને પતિની તેનાં પરિવારજનો દ્વારા હત્યા કરાઇ શકે છે તેવો ભય સતાવી રહ્યો છે.


દવાની બોટલમાં દારૂ: વલસાડ પોલીસે દવાની ગાડીમાંથી પકડ્યો લાખો રૂપિયાનો દારૂ


મેધાણીનગર પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પરંતુ યુવતીના લગ્નને એક મહિનાં કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પોતાનાં જ માતાપિતા દ્વારા પોતાની અને પતિની હત્યા થવાનાં ભયથી યુવતી અને પતિ ઘરની બહાર પણ નીકળવાથી ડરી રહ્યા છે. ગુજરાત સિવાયનાં અનેક રાજ્યોમાં આ પ્રકારની ધટના બનતી હોય છે પણ અમદાવાદ જેવા શહેરમાં આ પ્રકારની ફરિયાદ નોંધાતા હાલ તો પોલીસે રાજસ્થાનમાં છુપાયેલા આરોપીઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube