અમદાવાદમાં ફટાકડા બજારમાં મોટી દુર્ઘટના; ધુમાડાના ગોટેગોટા, ફાયરની 25થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
બાપુનગર નજીક આવેલ વિકાસ ઈન્ડસ્ટ્રીયલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે.
ઝી બ્યુરો/અમદાવાદ: કાળઝાળ ગરમીમાં આગના બનાવો વધતા જાય છે, ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ બાપુનગરમાં વિકાસ ઈન્ડસ્ટ્રીયલમાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. હાલ આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન પહોંચ્યુ હોવાના અહેવાલ છે.
મોત લાવી દેશે આ ગરમી! જાણો ગુજરાતના કયા મોટા શહેરોમાં આકાશમાંથી આગ ઝરશે
આ વિશે મળતી માહિતી પ્રમાણે, બાપુનગર નજીક આવેલ વિકાસ ઈન્ડસ્ટ્રીયલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી ભીષણ છે કે આજુબાજુના કારખાનામાં પ્રસરી રહી છે. ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે.
ધ કેરાલા સ્ટોરી! ભાજપ આવ્યું મેદાને, આ MLA છોકરીઓને 4 દિવસ ફ્રીમાં દેખાડશે ફિલ્મ
આગ લાગવાની ઘટનાને કારણે ગોડાઉનમાં રહેલા ફટાકડા ફૂટી રહ્યા છે. 4 વાગ્યે લાગેલી આગ હજુ પણ કાબુમાં આવી નથી. આગને પગલે નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહી છે. આગનું સાચું કારણ હજું સુધી જાણવા મળી રહ્યું છે.