રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરબાદ મરચાના ગ્રાઉન્ડમાં પડેલ મરચાની ભારીઓમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે નવા માર્કેટ યાર્ડમાં આવેલ ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આવેલ માર્ચના ગ્રાઉન્ડમાં ખેડૂતોએ ઉતારેલા મરચાની ભારીમાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગને કારણે ખેડૂતોમાં નાશભાગ મચી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગ લાગવાની ઘટનાને લઈને ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો 2 ફાયર સાથે ઘટના સ્થળે પોહચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે યાર્ડ ના પણ 2 પાણીના ટેન્કર આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કારણે ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ તકે યાર્ડના વાઇસ ચેરમેન તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અન્ય ગ્રાઉન્ડમાં પડેલ મરચાની ભારી અન્ય સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરાતા મોટા પ્રમાણમાં ખેડૂતો નો માલ બચાવી લેવાયો હતો.


350 કરોડની ટેક્સ ચોરી કેસમાં ગુજરાતની આ કંપની પર IT ના દરોડા, કરોડોનો ખજાનો જપ્ત


નુકશાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવાશે - ચેરમેન
આજે બપોર બાદ મરચા ના ગ્રાઉન્ડમાં લાગેલ આગથી નુકશાન થયેલ ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે તેવું યાર્ડના સતાધીસો દ્વારા જણાવ્યું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2200 થી 2500 ભારી આગમાં ખાખ થઈ ગઈ છે. હજુ આશરે 13000 ભારી ગ્રાઉન્ડમાં પડેલી છે. આગ લાગવાની શરૂઆત થતા જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, કર્મચારીઓ, વેપારી મંડળોએ સાથે મળીને ઘણીખરી બોરીઓ સળગતી આગમાંથી પણ બહાર કાઢીને બચાવી લેવામાં આવી છે. 


આશરે 12,000 ભારી બચાવવામાં સફળ થયા છીએ અને જે ખેડૂતોના મરચા બળીને ખાખ થયા છે જે કારોબારીની જે મીટીંગ યોજાશે તેમાં યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube