અંબાજી: અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચોથા દિવસે 4 લાખ 54 હજાર 940 ભક્તોએ દર્શનનો લાભ લીધો જ્યારે આ ચાર દિવસમાં કુલ 15 લાખ 95 હજાર 14 ભક્તોએ દર્શન કર્યા છે. ચોથા દિવસે પ્રસાદના 3 લાખ 66 હજાર 993 પેકેટ્સનું વિતરણ થયું છે. જ્યારે ચાર દિવસમાં કુલ 15 લાખ 28 હજાર 371 પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. મંદિર દ્વારા શરૂકરવામાં આવેલી નિ:સુલ્ક સેવાનો ચોથા દિવસે 65 હજાર 278 લોકોએ લભા લીધો જ્યારે અત્યાર સુઘી 2 લાખ 17 હજાર 682 ભક્તોએ લાભ લીધો છે. ચોથા દિવસની ભંડાર અને ગાદીની આવક રૂપિયા 30 લાખ 45 હજાર 936 થઈ છે. ચાર દિવસની કુલ આવક રૂપિયા 1 કરોડ 4 લાખ 73 હજાર 822 થઈ છે. જેમાં સોનાની પણ ભેટનો સમાવેશ થાય છે.