મૌલિક ધામેચા, અમદાવાદ: કોરોના કાળમાં હેન્ડ સેનેટાઇઝર મહત્વનું લડાકુ હથિયાર માનવામાં આવે છે. પણ આ હથિયારનો ઉપયોગ બુટલેગરો પોલીસથી બચવા દારૂની હેરફેર માટે કરતા થયા છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદ ગ્રામ્ય LCB એ  અસલાલી સર્કલ પાસેથી સેનેટાઇઝર, સરસોતેલની આડમાં દારૂની હેરાફેરી કરતા 3 આરોપીને ઝડપી પાડયા છે. એક અલગ જ પ્રકારની દારૂની હેરાફેરી કરવા માટેની આ મોડેશ ઓપરેન્ડીથી સામાન્ય રીતે કોઈને શંકા ના જાય તેમ સિફતપૂર્વક આ દારૂની હેરાફેરી થતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ગ્રામ્ય LCBને આ અંગે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી  ૨૭ લાખથી વધુનો દારૂ કબજે કરવામાં આવ્યો છે. ટ્રકની અંદર ચારે બોર્ડર પર સેનેટાઇઝર, સરસો તેલ, ફ્લોર ક્લીનર રાખતા અને વચ્ચે દારૂ સતાડતા જેથી કરીને પોલીસને ટ્રકમાં દારૂ હોવાની ગંધ સુધ્ધા ના આવે.


પોલીસે પરંજીતસિંઘ ,બલજીતસિંઘ,જગતસિંઘ નામના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. આ ત્રણેય મૂળ પંજાબના છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી લેતા હવે તેમના આકા કોણ છે અને અમદાવાદમાં આટલી મોટી માત્રા દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય LCBએ હરિયાણાથી આવતી આ ટ્રકને પકડતા ટ્રકમાંથી 450 પેટી એટલે કે 5400 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.


હાલ આરોપીઓનાં કોરોના ટેસ્ટ કરાવી પોલીસે વધુ તપાસ કરવા ચક્રોગતિમાન કર્યા છે અને આરોપી કેટલા સમયથી દારૂની આવી અલગ અલગ મોડેશ ઓપરેન્ડીથી દારૂ સપ્લાય કરી ચુક્યા છે. તે અંગે પણ તપાસ થઇ રહી છે. મહત્વનું છે કે અમદાવાદમાંથી પકડાયેલ આ દારૂની ડિલિવરી ક્યાં તેની પણ પોલીસે તપાસ  હાથ ધરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube