અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધી 14962 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંકની સંખ્યા 1066 છે. અનલૉક-1માં રાજ્ય સરકારે ધંધા રોજગાર સહિત અનેક છુટછાટ આપી છે. પરંતુ કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ ખુબ જરૂરી છે. પરંતુ ઘણા લોકો આ વાતને હજુ ગંભીરતાથી લેતા નથી. આજે મહાનગર પાલિકાએ માસ્ક ડ્રાઇવ કરી હતી અને માસ્ક ન પહેરનારને દંડ ફટકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએમસીની માસ્ક ડ્રાઈવ
કોરોનાનો સામનો કરવા માટે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા સતત આ જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ હજુ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. અમદાવાદ મહાનગર પાલિકાએ આજે શહેરમાં માસ્ક ડ્રાઇવ ચલાવી હતી. જાહેર સ્થળે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને શોધીને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા. 


એએમસીએ લોકોને માસ્ક પણ આપ્યા
શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એએમસીએ ચલાવેલી ડ્રાઇવ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા હતા. ત્યારબાદ એએમસીએ આ લોકોને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે વ્યક્તિ પાસે માસ્ક ન હતા તેને મનપાના અધિકારીઓએ માસ્ક પણ આપ્યા હતા. 


સૌરાષ્ટ્રમાં ધારી, રાજુલા, ખાંભા, ગોંડલ, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ


માસ્ક ન પહેરવા માટે લોકોના બહાના
એએમસીની ટીમ જ્યારે ડ્રાઇવ પર હતી ત્યારે માસ્ક ન પહેરનાર વ્યક્તિને પૂછતા લોકો અલગ અલગ બહાના આપતા નજરે પડ્યા હતા. કેટલાકે કહ્યું કે, હમણા જ માસ્ક કાઢ્યું છે. તો કોઈએ ગરમી લાગે છે. અમુકે ચા પીવા તો કોઈએ ફોન આવવાના બહાના બનાવ્યા હતા. આ દરમિયાન મનપાના અધિકારીઓ લોકોને સમજાવતા પણ જોવા મળ્યા હતા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર