વડોદરા : વાસણા રોડ પર આવેલા વેદ એપાર્ટમેન્ટના એક મકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઇ હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આગ લાગી ત્યારે પરિવાર આરામ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. પરિવારનાં 4 સભ્યોને રેસક્યું કરીને બહાર કાઢ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update : આજે કુલ 1074 નવા કેસ, 1370 સાજા થયા, 22 લોકોનાં મોત

વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના વેદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા મકાન નં 301માં પંકજગિરી ગોસાઇ પત્ની જયશ્રીબેન, માતા સવિતાબેન અને ભગવાનગિરી ગોસાઇ સાથે રહે છે. પંકજ સિવિલ એન્જિનિયર છે. આજે સવારે પરિવારનાં તમામ સભ્યો આરામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમના ઘરમાં આગ લાગી હતી. આગ જોતા જ પરિવારને જગાડીને બાલ્કનીમાં બેસાડી દીધા હતા. 


સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી મોટાભાગના ડેમમાં નવા નીરની આવક, નદીઓ બે કાંઠે

સિક્યુરિટી ગાર્ડે ફાયરને ઘટના અંગે જાણ કરી હતી. ફાયરને માહિતી મળતા તત્કાલ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. પરિવારના 4 સભ્યોને રેસક્યું કર્યા હતા. જો કે સમયસર આગ બુઝાઇ જતા મોટી દુર્ઘટના ટળી હતી. તમામ લોકોનાં જીવ બચાવવામાં સફળતા મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર