Gujarat Corona Update : આજે કુલ 1074 નવા કેસ, 1370 સાજા થયા, 22 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1074 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. તો બીજી તરફ 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 26591 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 409.09 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,30,373 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1069 દર્દી નોંધાયા છે. અન્ય રાજ્યનાં 5 દર્દી એમ કુલ 1074 નોંધાયેલા છે. આજરોજ 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 

Updated By: Aug 7, 2020, 07:39 PM IST
Gujarat Corona Update : આજે કુલ 1074 નવા કેસ, 1370 સાજા થયા, 22 લોકોનાં મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1074 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. તો બીજી તરફ 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 26591 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 409.09 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,30,373 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1069 દર્દી નોંધાયા છે. અન્ય રાજ્યનાં 5 દર્દી એમ કુલ 1074 નોંધાયેલા છે. આજરોજ 1370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 

સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી મોટાભાગના ડેમમાં નવા નીરની આવક, નદીઓ બે કાંઠે

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,83,251 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1320 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

સુનિતા યાદવના FB LIVE માં ફરી એકવાર બફાટ અને બણગા, PM મોદીથી લઇને અનેકને લપેટ્યાં

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14587 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 14501 લોકો સ્ટેબલ છે. 51692 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2606 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 22 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 5, મોરબી 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વલસાડના 1 નો સમાવેશ થાય છે. આ પ્રકારે 22 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર