Diwali 2023 : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં બનાવેલ ટેન્ટમાં આગ લાગી હતી. વ્હાઇટ હાઉસ બિલ્ડીંગ પાછળ ઊભા કરાયેલ ટેન્ટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા પાંચેક જેટલા ટેન્ટ બળીને ખાખ થયા હતા. એટલું જ નહિ, ટેન્ટમા રહેલ સામાન પણ બળીને ખાખ થયો હતો. દૂર દૂર સુધી ઊંચા ઊંચા આગના ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિર ખાતે હાલ 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેને લઈને વિવિધ ટેન્ટ બનાવાયા છે. આગ લાગેલ તે સમયે ટેન્ટમા કોઈ યાત્રીકો હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગના ગોટા જોઈ પસાર થયેલ કોઈક બાઇક ચાલકે વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.


સિંઘુભવન રોડ પર મર્સિડીઝથી અકસ્માત સર્જનાર નબીરા રિતેશ પટેલનો સ્ફોટક ખુલાસો



મંદિરે શ્રદ્ધાળુઓ માટે મેપ જાહેર કર્યો 
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાનાર ૧૭૫મો શતામૃત મહોત્સવને લઈને મેપ જાહેર કર્યો છે. મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે. જેથી તેમને સરળતા રહે તે માટે મેપ જાહેર કર્યો છે. આ મેપમાં મહોત્સવની ૨૭ જેટલી જગયાઓનો સમાવેશ કરાયો છે. આ મેપના માધ્યમથી હરિભક્તોને હનુમાનજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, સંત નિવાસ, ધાર્મિક સ્ટોર, ભોજનાલય, કિંગ ઓફ સાળગપુર, વ્હાઈટ હાઉસ,ઉતારા ગેસ્ટ હાઉસ, રસોડા વિભાગ જવા માટે સરળતા રહેશે.


માછીમારોના મુક્તિની દિવાળી : 80 માછીમારો પાકિસ્તાનથી વતન આવતા હર્ષના આસું છલકાયા


ગોપીનાથ મંદિર ઝળહળી ઉઠ્યું
સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ એવુ ગઢડા ગોપીનાથજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળીના તહેવારો નિમિત્તે સમગ્ર મંદિરને નવોઢાની જેમ રોશની કરાઈ છે. મંદિરમાં આવેલ દરબાર ગઢમાં હજારો દિવડાઓની દિપમાલા યોજી દિપાવલીની ભવ્ય ઉજવણી કરાઈ છે. દરબાર ગઢમાં વિશાળ રંગોળી બનાવીને દિપમાલા કરાઈ છે. મંદિરનાં સંતો દ્વારા દરબાર ગઢમાં ભવ્ય આરતી કરી દિપોત્સવની ઉજવણી કરાઈ. 


અમદાવાદમાં નબીરા બેફામ બન્યા, સિંધુભવન પર રેસ લગાવી બે ગાડીને ટક્કર મારી