અમદાવાદમાં પૈસાદાર પરિવારના નબીરા બેફામ બન્યા, સિંધુભવન પર રેસ લગાવી બે ગાડીને ટક્કર મારી
Ahmedabad Hit And Run : અમદાવાદના સિંધુ ભવન રોડ પર પૈસાદાર બાપના નબીરા રિશિત પટેલે સર્જ્યો અકસ્માત...મર્સિડીઝ કારે બે ગાડીને મારી ટક્કર...મર્સિડીઝ અને ઓડી કાર વચ્ચે થયું હતું રેસિંગ...રેસિંગના ચક્કરમાં અનેક લોકોના જીવ મુક્યા જોખમમાં....
Trending Photos
Ahmedabad News : અમદાવાદ વધુ એક વખત નબીરા બેફામ બન્યા છે. સિંઘુ ભવન રોડ પર ફરી એકવાર પોલીસનું પેટ્રોલિંગ નબળુ જોવા મળ્યું છે. સિઁઘુ ભવન રોડ પર ફરીએકવાર કારની રેસ લગાવવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો છે. સિંધ ભવન રોડ પર મર્સિડીઝ કારે રેસિંગમાં અકસ્માત સર્જાયો હતો. રિશિત પટેલ નામના નબીરાએ મર્સિડીઝ કારની રેસ લગાવીને અન્ય બે કારને ટક્કર મારી હતી. વહેલી સવારે 3:26 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. રેસ લગાવવાના ચક્કરમાં રિશિત પટેલે બે ગાડીઓને ઠોકી હતી. તથ્ય પટેલના ઈસ્કોન અકસ્માત બાદ પણ નબીરાઓ સુધર્યા નથી.
વહેલી સવારે 3.26 એ રેસ લગાવી હતી
અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર બેફાન બનેલા નબીરાઓએ રેસ લગાવીને અકસ્માત સર્જયો હતો. મર્સડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને અકસ્માત સર્જોય હતો. સવારના 03: 26 મિનિટે અકસ્માત થયો હતો. મર્સિડીઝ અને ઓડી કારે રેસ લગાવી હતી. રેસિંગના ચક્કરમાં એક સાથે બે ગાડીઓને અકસ્માત થયો હતો. પહેલા મર્સિડીસે એક ગાડીને ઠોકી હતી., ત્યાર બાદ આગળ 300 મીટર દૂર બીજી ગાડીને ટક્કર મારી હતી
નબીરાના પરિવારજનોએ મારામારી કરી, કારચાલક નશામાં ધૂત હતો
રેસિંગના ચક્કરમાં અમદાવાદના નબીરાઓ બેફામ બન્યા છે. રેસિંગ કરતી વખતે વર્નામાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ભોગ બનનાર મિતુલ ચોક્સીએ ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, મેં ફોન કર્યાના પોણા કલાક બાદ પોલીસ આવી છે. કાર ચાલક નશાની હાલતમાં હતો. નબીરાના પરિવારજનો આવીને મારામારી કરી હતી. મારામારી કરી કારમાંથી પૂરાવા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
અકસ્માત બાદ જે થાય તે કરી લેવાની ધમકી આપી અને મારામારી કરી
બે કારની રેસીંગના કારણે એક હોન્ડાઈ વર્નામાં જઈ રહેલા પરિવારને પણ અકસ્માત નડ્યો હતો. પરિવારના સભ્ય મિતુલ ચોક્સીએ જણાવ્યું કે, પોલીસને ફોન કર્યાના પોણા કલાક બાદ પોલીસ આવી હતી. કાર ચલાવનાર વક્તિ નશામાં ધુત હતો તેને ચાલવાનો પણ ભાન ન હતો. નબીરાના પરિવારજનોએ આવી મારમમારી કરી હતી. ગાડીમાંથી પુરાવા હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. તમારાથી જે થાય તે કરી લેવાની અમને ધમકી આપી હતી.
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમા મર્સિડીસ કાર પૂરપાટ ઝડપે જતી દેખાઈ હતી. અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી આવી ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે. શાંતિપ્રિય શહેરનું વાતાવરણ ડહોળવાનો નબીરાઓનો પ્રયાસ સતત ચાલુ છે. તથ્ય પટેલનો બનાવ હજી પણ તાજો જ છે, ત્યાં નબીરાઓને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. સામાન્ય લોકો સુરક્ષિત નથી. પોલીસ પણ બિન્દાસ્ત દેખાઈ રહી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે