ઉતરાયણના પર્વને લઇને ફાયર વિભાગ કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સંપુર્ણ સજ્જ
ઉતરાયણ અને વાસી ઉતરાયણને પગલે જીવદયા પ્રેમીઓ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર છે. તો બીજી તરફ ફાયર વિભાગની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 14 અને 15 જાન્યુઆરીના રોજ પતંગની દોરીઓના કારણે અનેક પક્ષીઓ ઘવાતા હોય છે. મોટા વૃક્ષોમાં પણ પક્ષીઓ ફસાતા હોય છે અને જીવ ગુમાવતા હોય છે. ત્યારે જીવદયા પ્રેમી સંસ્થાઓની સાથે સાથે ફાયરના જવાનો પણ કાતર, હથોડી, કટર, સાથે તૈયાર જોવા મળી રહ્યા છે.
અમદાવાદ : ઉતરાયણ અને વાસી ઉતરાયણને પગલે જીવદયા પ્રેમીઓ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર છે. તો બીજી તરફ ફાયર વિભાગની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 14 અને 15 જાન્યુઆરીના રોજ પતંગની દોરીઓના કારણે અનેક પક્ષીઓ ઘવાતા હોય છે. મોટા વૃક્ષોમાં પણ પક્ષીઓ ફસાતા હોય છે અને જીવ ગુમાવતા હોય છે. ત્યારે જીવદયા પ્રેમી સંસ્થાઓની સાથે સાથે ફાયરના જવાનો પણ કાતર, હથોડી, કટર, સાથે તૈયાર જોવા મળી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ બને ગુજરાતનાં મહેમાન, 2 દિવસ સુધી કરશે ઉજવણી
ઊંચા વૃક્ષો, હાઈરાઈઝ બિલ્ડીંગો પરથી પક્ષીઓને રેસ્ક્યુ કરી શકાય તે માટે 55 મીટર ઉંચી સ્નોર્કેલને પણ તૈયાર રાખવામાં આવી છે. ફાયર સ્ટેશનની ટીમ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ એકબીજા સાથે સંકલન સાંધીને ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે પક્ષીઓને બચાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી ચુક્યા છે. આ ઉપરાંત તુક્કલોનાં કારણે પણ ઘણી વખત આગ લાગી જતી હોય છે. તેવી સ્થિતીને પહોંચી વળવા માટે પણ ફાયરની ટીમો સજ્જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube