Gondal Market Yard : ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડમાં ગઇ કાલે મરચાના ગ્રાઉન્ડમાં મરચાની ભારીઓમાં ભીષણ આગ ભભૂકી હતી. આ આગ ફાયરબ્રિગેડ દ્વારા બે કલાકની જહેમત કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન પાંચ હજાર મણ મરચા બળીને ખાખ થઇ ગયા હતા. જેના કારણે 2 કરોડ રૂપિયાનું નુકશાન થયાનો વાત યાર્ડનાં ચેરમેન દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ માર્કેટ યાર્ડના મરચાના ગ્રાઉન્ડમાં ગઇ કાલે બપોરે મરચાની ભારીઓમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરતું યાર્ડનાં ચેરમેન દ્વારા જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં ખેડૂતોએ ઉતારેલા મરચાની ભારી આગ લાગી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ મેદાન ની પાછળની બાજુ આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં થી શોર્ટ સર્કિટના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગોંડલ નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં માર્કેટ યાર્ડના પાણીના ચાર ટેન્કર સહિતના ફાયર ફાયટરોએ બે કલાકની જહેમતે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.


રોજગારીની શોધમાં નેપાળથી સુરત આવ્યો હતો યુવક, પણ Reels ના ચક્કરમાં ટ્રેન નીચે કપાયો


ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2200 થી 2500 ભારી આગમાં ખાખ થઈ ગઈ છે. હજુ આશરે 13000 ભારી ગ્રાઉન્ડમાં પડેલી છે. આગ લાગવાની શરૂઆત થતા જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, કર્મચારીઓ, વેપારી મંડળોએ સાથે મળીને ઘણીખરી બોરીઓ સળગતી આગમાંથી પણ બહાર કાઢીને બચાવી લેવામાં આવી છે. આશરે 12,000 ભારી બચાવવામાં સફળ થયા હતા.


યાર્ડના ચેરમને અલ્પેશ ઢોલરીયા ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પ્રથમ માર્કેટિંગ યાર્ડમાં પાંચ કરોડનો વીમો હોય જેથી આ આગમાં ગયેલ નુકસાનીનો વીમા કંપની દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગોંડલ યાર્ડ પણ સક્ષમ હોવાનું જણાવ્યું હતું. જેથી ખેડૂતોને નુકસાની થઈ છે તેની ભરપાઈ કરવાની વાત પણ કરવામાં આવી છે. 


ભાનગઢના ભૂતિયા કિલ્લા કરતા પણ ડરાવની છે ગુજરાતની આ 4 જગ્યાઓ