ચેતન પટેલ/સુરત :સુરતમાં સચીન જીઆઈડીસીમાં આવેલ એક કેમિકલ કંપનીમાં મોડી સાંજે આગ લાગી હતી. અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી કલરટેક્સ કંપનીમાં આગ લાગતા આગના ગોટેગોટા હવામાં ઉડ્યા હતા. એક કિલોમીટર સુધી આગના ગોટેગોટા ફેલાયા હતા. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. 


અમદાવાદને કોરોનાથી કોણ બચાવશે? કોરોનાના કેસનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલરટેક્સ કંપનીમાં આગને પગલે ફાયરની 6 ગાડીઓ રવાના કરાઈ હતી. જેન બાદ વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી. આગ કાબૂમાં ન આવતા 8 ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સચિન તથા સચિન હોજીવાળાની ફાયર, ONGC કંપનીની ફાયર ટીમ પણ બોલાવાઈ હતી. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ બૂઝવતા બીજા 5 થી 6 કલાક થશે. આ આગમાં બે ટેમ્પા બળીને ખાખ થઈ ગયા હતા. 


વડોદરાના ભુવાનો દાવો, તેમનો જાપ કરેલો દોરો પહેરવાથી કોરોના ભાગી જશે 


કંપનીમા લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની કંપનીઓમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. જોકે, કેમિકલની કંપની હોવાથી આગ બૂઝવવામાં વિલંબ થયો હતો. તેમજ કેમિકલને કારણે આગ પણ વધુ પ્રસરી ગઈ હતી. કેમિકલ કંપનીમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે ચોક્કસ માહિતી મળી રહી નથી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર