ચેતન પટેલ/સુરત :સુરત (Surat) રિંગ રોડ વિસ્તારમાં આવેલી માર્કેટમાં આજે શોર્ટસર્કિટના કારણે દુકાનમાં આગ (Fire) લાગી હતી. આગ લાગવાની સાથે સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ છવાઇ ગયો હતો. જોકે, આગ કરતા ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ હતું. જેને કારણે 14 થી વધુ ફાયર (Fire Brigade) ની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવી દેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે ધુમાડા પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


રાજકોટ : દુષ્કર્મ બાદ આરોપીએ બાળકીને કહ્યું, ‘હું તને રોજ આઈસ્ક્રીમ આપીશ, આપણે રોજ અહીં મળીશું’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં વહેલી સવારે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનમાં સિન્થેટિક સાડી હોવાથી ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું. ધુમાડો નીકળવાની સાથે જ સ્થાનિક દુકાનદારો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. તો કેટલાક વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનમાં રાખેલો સાડીનો માલ માર્કેટમાંથી સહી સલામત રીતે અન્ય સ્થળે ખસેડી મૂક્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગના પ્રમાણ કરતા ધુમાડાનું પ્રમાણ વધુ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. 


આ Videoમાં દેખાતા 4 યુવકોને શોધી આપનારાને વનવિભાગ આપશે 25 હજાર રૂપિયા


આજથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ, જુઓ કઈ તારીખથી કડકડતી ઠંડીનો અહેસાસ થશે


આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રકારના પ્રયાસો ફાયર વિભાગે હાથ ધર્યા હતા. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે ધુમાડા પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગતા જ ડીજીવીસીએલ દ્વારા આસપાસના તમામ માર્કેટના વીજ કનેક્શન તકેદારીના રૂપે કાપી નાંખ્યા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :