ઝી બ્યુરો/ગોંડલ: રાજ્યભરના ઘણા તાલુકાઓમાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આભમાંથી વરસેલ માવઠાની આફતને લઈને ઘણા ખેડૂતોનો તૈયાર પાક નાશ થવાની સાથે આખા વર્ષની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં ઘઉં ભરવાના હોય તો ખાસ જાણવા જેવી માહિતી, આ માવઠું તમારું બજેટ ખોરવી લેશે


જ્યારે ગોંડલના દેરડી(કુંભાજી) ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. દેરડી(કુંભાજી) ગામે માવઠું તો ન આવ્યુ પરંતુ ભારે ફૂંકાયેલ પવનને લઈને શોટસર્કિટના કારણે ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી.અને ખેડૂતે વાવેલ મોટા ભાગનો ઘઉંનો ઉભો પાક બનીને ખાખ થઈ જવા પામ્યો હતો. 


રાજકોટના માથે મોટી ઘાત... 40 દિવસમાં રાજકોટમાં કુલ 7 યુવાનોના હાર્ટએટેકથી મોત


દેરડી(કુંભાજી) ગામે ઠાકરશીભાઈ કરશનભાઈ નરોડીયાએ શાંખે જમીન રાખીને પોતાની ખાધા ખોરાકી માટે ઘઉંનુ વાવેતર કર્યુ હતું. માવઠાના ડરે ખેડૂતે પાક ઉપર આવેલ ઘઉંની લણણી કરી ન હતી. પરંતુ દેરડી (કુંભાજી) ગામે આવેલા હવામાનમાં પલ્ટાની ફૂંકાયેલ ભારે પવન સાથે ખેતરમાંથી પસાર થતી વિજલાઈનમા શોટસર્કિટ થતા ખેડૂતના ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી.


Viral Video: ઓપન કારમાં બિન્દાસ થઈને નાચી બોલ્ડ યુવતી, વાયુવેગે વાયરલ થયો વીડિયો


શોટસર્કિટને કારણે લાગેલ આગમાં જોતજોતામાં ખેડૂતનો ઘઉંનો મોટા ભાગનો તૈયાર પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ સાથે જ ખેડૂતને બાર મહિનાની ખાધા ખોરાકી ગુમાવવાનો વારો આવ્યો હતો. પીજીવીસીએલના પાપે ખેડૂતનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂત દ્વારા સરકાર અથવા પીજીવીસીએલ દ્વારા પાકની નુકસાની અંગે વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતને ન્યાય મળશે કે નહી એ જોવાનું રહ્યું.