મૌલિક ધામેચા, અમદાવાદ : શહેરના મોટા મોટા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી અને હત્યા કરનાર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ફરીથી સક્રિય થયો છે. સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશાલના ચાર સાગરિતોની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : ઉત્તરાયણે લઈ લીધો આ વ્યક્તિનો જીવ, ઘટના હતી ચોંકાવનારી 


પોલીસે તેઓની પાસેથી હથિયાર અને કારતૂસ જપ્ત કર્યા છે. આ ચારેય શખ્સો વિશાલના ઈશારે ફરી એકવાર શહેરમાં ખંડણી અને ધાક ધમકીઓ આપી પૈસા પડાવવાની તૈયારીઓ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગુનો ગુજસીટોક હેઠળ દાખલ થયેલો પ્રથમ ગુનો છે.


ઉત્તરાયણ પછી સલામ કરો પક્ષીઓનું રેસ્ક્યુ કરતી ઇમરજન્સી સેવાને, કર્યું ગજબનું પુણ્યકામ


ગુજરાતમાં 1 ડિસેમ્બરથી GUJCTOC(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લાગુ થઈ ગયો છે. આ કાયદા હેઠળ સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત વસ્તુની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ, અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નોંધાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક