વડોદરા : ઉત્તરાયણે લઈ લીધો આ વ્યક્તિનો જીવ, ઘટના હતી ચોંકાવનારી 

ઉત્તરાયણ પૂર્વે આ વ્યક્તિનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

Updated By: Jan 15, 2020, 02:36 PM IST
વડોદરા : ઉત્તરાયણે લઈ લીધો આ વ્યક્તિનો જીવ, ઘટના હતી ચોંકાવનારી 

રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરા શહેરમાં ધાબા પરથી પટકાતા 45 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. વડોદરા શહેરના ઓ.પી. રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં પતંગ ચગાવતી વખતે પગમાં દોરી ભરાઈ જતા ધાબા પરથી વ્યક્તિ નીચે પટકાઈ હતી. આ દુર્ઘટનામાં વ્યક્તિનું મોત થઈ ગયું છે. 

ઉત્તરાયણ પછી સલામ કરો પક્ષીઓનું રેસ્ક્યુ કરતી ઇમરજન્સી સેવાને, કર્યું ગજબનું પુણ્યકામ

આ ઘટનાની વિગતો જોઈએ તો વડોદરા શહેરના ઓ.પી. રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં રહેતા નાગેન્દ્ર જામદાર(45) ઉત્તરાયણના દિવસે મોડી સાંજે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવતા હતા. તે સમયે તેમના પગમાં દોરી ભરાઈ ગઇ હતી અને તેઓ ધાબા પરથી નીચે પટકાયા હતા. ઉત્તરાયણ પૂર્વે આ વ્યક્તિનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

ભાવનગરના ખેડૂતો બહુ બાહોશ, એક ટ્રીક અને કરે છે જબરદસ્ત કમાણી

વડોદરા શહેરમાં બનેલી અન્ય ઘટનામાં ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતા રહેતા 16 વર્ષના કરણ રાઠોડનું સેલ્ફી લેવા જતા સાતમા માળેથી ટેરેસ ઉપરથી પટકાતા મોત નીપજ્યું હતું. કરણ ટેરેસ પર સેલ્ફી લઇ રહ્યો હતો. તે દરમિયાન એકાએક પટકાતા મોતને ભેટ્યો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક