અમદાવાદ :આવતીકાલથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાનગી કંપની સંચાલિત તેજસ ટ્રેન (Tejas train) દોડશે. અમદાવાદમાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ ટ્રેનને લીલીઝંડી આપશે. ભાજપના સાંસદો, કોર્પોરેટરો અને મેયર સહિતના આગેવાનો હાજર રહેશે. સમગ્ર દેશમાં ખાનગી કંપની સંચાલિત આ બીજી કોર્પોરેટ ટ્રેન દોડશે. જો ટ્રેન મોડી પડશે તો મુસાફરોને રેલવે વળતર પણ આપશે. ખાનગી ટ્રેનના ભાડામાં કોઈ છૂટ નહીં મળે, પરંતુ એક કલાક વિલંબ થયો તો રૂપિયા પરત મળશે. અમદાવાદ મુંબઈ રૂટ (Ahmedabad to Mumbai Train) પહેલા રેલવે મંત્રાલયે લખનઉ-દિલ્હી રૂટ પર તેજસ ટ્રેન દોડી રહી છે. IRCTCને તેજસ એક્સપ્રેસ ચલાવવા માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ  ટ્રેન માટે બધી જ સર્વિસ આઉટસોર્સીંગ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી


તેજસ ટ્રેનના શુભારંભને લઈને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્લેટફોર્મ નંબર-1થી આ તેજસ ટ્રેન ઉપડવાની છે. રેલ મંત્રી પિયૂષ ગોયલ અને સીએમ રૂપાણી આવતીકાલે ટ્રેનને લીલીઝંડી આપશે. આમ, હવે મુસાફરોને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી કોર્પોરેટ ટ્રેનનો ફાયદો મળશે. ટ્રેનમાં મુસાફરોની સેવામાં ટ્રેન હોસ્ટેસ પણ રહેશે. 


ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ


ગુજરાતી અને મરાઠી ફૂડ પિરસાશે 
આ ટ્રેનમાં બે રાજ્યોના નાગરિકોને ધ્યાનમાં રાખીને ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં ગુજરાતી અને મરાઠી ફૂડ પિરસાશે. એટલુ જ નહિ, ટ્રેનમાં જે ટ્રેન હોસ્ટેસ રાખવામાં આવ્યા છે, તેઓને ખાસ ગુજરાતી લૂક આપવામાં આવ્યો છે. તમામ ટ્રેન હોસ્ટેસ કુર્તા અને પાયજામામાં હશે. તેમજ તેઓને કચ્છી વર્કની ટોપી પણ આપવામાં આવી છે. 


2 સ્ટોપ પર રોકાશે ગાડી
બહુચર્ચિત આ ટ્રેનને માત્ર બે જ સ્ટોપ આપવામા આવ્યા છે. અમદાવાદ અને મુંબઈની વચ્ચે માત્ર વડોદરા અને સુરતમાં ગાડી ઉભી રહેશે. દેની આ બીજી ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. એટલે કે ટિકિટથી લઈને તમામ સુવિધા IRCTC જ આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક