BJP Candidates List Gujarat Election 2022 : આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા. પ્રથમ અને બીજી યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા છે. સુરત ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. CMની બેઠકનું નામ જાહેર થતાં જ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. CMએ કહ્યુ- અમે જીતીશું એ પુરો વિશ્વાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસને રામ રામ કહીને આવેલા 13 નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, હાર્દિક પટેલ, ભગા બારડ સહિત 13 નેતાઓને આપેલુ વચન ભાજપે નિભાવ્યું છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું પત્તુ કાપી ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. ખોડલધામના નરેશ અને પાટીદારો આગેવાનોનું લોબિંગ રમેશ ટિલાળાને ફળ્યું છે. શંકર ચૌધરીની બેઠક બદલાઈ છે. ભાજપે શંકર ચૌધરીને વાવના થરાદ બેઠક પરથી ટિકિટ આપી. તો વાવ બેઠક પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.


ભાજપે રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જામનગર ઉત્તર બેઠક પરથી દિગ્ગજ હકુભા જાડેજાની ટિકિટ કાપીને રિવાબાને તક અપાઈ છે. અમદાવાદની બેઠકો પરથી ભાજપે દિગ્ગજ નેતાઓના નામ કાપ્યા છે. જેમાં એલિસબ્રીજમાં રાકેશ શાહ, વેજલપુરમાં કિશોર ચૌહાણ, નરોડામાં બલરામ થવાણી સહિત 9 જુના જોગીના નામ કપાયા છે.


ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે. 38 MLAના પત્તા કપાયા તો 14 મહિલાઓને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારી છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ભાજપે મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ છે. ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. મોરબી પુલ દુર્ઘટના બ્રિજેશ મેરજાને નડી તો કાંતિ અમૃતિયાને ફળી છે.


ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. 














બુધવારે દિલ્હીમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મોડી રાત સુધી ઉમેદવારોના નામ અંગે મંથન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જાગી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ઉમેદવારો પર ફોન કોલ્સ ગયાં હતાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube