નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળતા
કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઇસમો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટમા કટ્ટા અને જીવતા કારતુસ સાથે ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૩.20 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબ્જે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 829 કિમીનું અંતર અલગ અલગ વાહનોમાં કાપી સુરત પહોંચ્યો હતો.
કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઇસમો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે કાપોદ્રા વરાછા મેઇન રોડ ચીકુવાડી પાસેથી બાતમી વાળી રીક્ષા મળી આવી હતી. જેમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દેશી હાથ બનાવટના કટ્ટા તેમજ જીવતા કાર્ટીઝ લઈને બેઠા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના બે કટ્ટા, ત્રણ જીવતા કાર્ટીઝ અને મોબાઈલ અને એક રીક્ષા મળી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે છોટુ કલ્યાણ સિંહ કુશવાહ , મોનું અજયપાલ કુશવાહ અને સત્યેન્દ્રસિંહ રણવીર સિંહ કુશવાહની ધરપકડ કરી છે. આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર વિજય કુશવાહ અને અઠંની નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ આખા કેસમાં મોનુ અજયપાલ કુશવાહ નામનો આરોપી ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશ ગયો હતો. ત્યાંથી પરત ફરતા સમયે વોન્ટેડ આરોપી દ્વારા તેને બે કટા લાવવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા આગામી દિવાળી પર લુટ કે અન્ય કોઈ ઘટનાને અંજામ આપવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. મોનું જ્યારે મધ્યપ્રદેશથી નીકળ્યો ત્યારે અલગ અલગ રીતે સુરત પહોંચ્યો હતો. બે દેશી બનાવટના કટ્ટા સાથે હોવાથી તે કોઈ એક વાહનમાં વધુ સમય બેસતો ન હતો. ટ્રેનમાંથી બસમાં અથવા તો કોઈ લોકલ વાહનમાં બેસીને સુરત સુધી પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે