બ્રિજેશ દોશી/ગાંધીનગર :નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) ની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી કાર્યક્રમો અને ટીમ પાટીલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણી અને સંગઠન સરચના અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. નવનિયુક્ત પ્રદેશ ભાજપ (bjp) પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહેલી બેઠક મળી હતી. પ્રદેશ ભાજપની આ બેઠકમાં આગામી સમયમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સંરચના અંગે રોડ મેપ તૈયાર કરવા ચર્ચા થઈ. નવા પ્રમુખની નવી ટીમ અને તેમના કાર્યક્રમો અંગે રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ બેઠકમાં રાષ્ટીય સહસંગઠન મહામંત્રી વી સતીષ, પૂર્વે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર, ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા. 


મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં કેવા પ્રકારે ચૂંટણી પ્રચાર અને જીતની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. તો સાથે જ જિલ્લા પ્રમુખ અને સંગઠન અંગે પણ વિગતવાર ચર્ચા થઈ.


કેશુભાઈ પટેલના આર્શીવાદ લીધા 
ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને જઈને આશીર્વાદ લીધા હતા. ભાજપની પરંપરા અંતર્ગત મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ બધા ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લે છે.


પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતાની પહેલી બેઠક પૂર્ણ થયા બાદ દિલ્હી ખાતે રવાના થવાના છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીયય અધ્યક્ષ જે પી. નડ્ડાની તેઓ મુલાકાત કરશે. પ્રમુખ બન્યા બાદ પહેલીવાર રાષ્ટ્રીય નેતૃત્વને મળીને મળેલી જવાબદારી આભાર માનશે તો સાથે જ પોતાની નવી ટીમ અંગે પણ માર્ગદર્શન મેળવશે. 


દુખદ સમાચાર : જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મોત 


ભાજપ પ્રમુખ સી આર પાટીલ શુક્રવાર 24 જુલાઈએ દિલ્હીથી સીધા સુરત જશે. 24 વર્ષ બાદ દક્ષિણ ગુજરાતને પ્રમુખ પદ મળ્યું છે, ત્યારે સુરત ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરત એરપોર્ટથી તેમના કાર્યાલય સુધી ભવ્ય રેલી યોજવામાં આવશે અને શક્તિ પ્રદર્શન કરાશે. સુરતની રેલીથી સમગ્ર પ્રદેશમાં શક્તિ પ્રદર્શનનો સંદેશ મોકલાશે. આગામી ચૂંટણીઓ પહેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને પણ મોટો મેસેજ આ રેલીથી મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર