હેમલ ભટ્ટ/ ગીર સોમનાથ: વેરાવળ ખાતે યોજાયું સાગરખેડુઓ નું મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. જેમાં ઓખાથી જાફરાબાદ સુધીના દરિયાપટ્ટીના 50 બંદરોના માછીમાર આગેવાનોએ હાજરી આપી હતી. એક પછી એક એમ સતત પાંચ-પાંચ વાવાઝોડાના વિપરિત અસરથી માછીમાર સમુદાય બેહાલ થઇ ગયો છે. ચાલુ વર્ષની માછીમારી સીઝન સંપૂર્ણ પણે ફેઇલ ગઇ હોવાથી માછીમારો મુશ્‍કેલીમાં મુકાયા છે. માછીમાર સમાજ તરફ રાજય સરકાર ઘ્‍યાન આપી મદદરૂપ થાય તે માટે રણનીતી ઘડવા સંમેલન યોજાયું હતું. છેલ્લા બે દાયકા માં સૌથી વધુ નુકસાન આ વર્ષે થયું હોવાનો માછીમારોનો દાવો છે. ત્રણ માસની મુખ્ય સીઝનમાં માત્ર પંદર દિવસ જ ફિશિંગ કરી શક્યા હોવાનું પણ માછીમારોએ જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં શાળાઓ મર્જ કરવાનો તખ્તો તૈયાર, વાલીઓ કરી રહ્યા છે વિરોધ


ધરતીપુત્રો એવા ખેડૂતોને સહાય રૂપ બનવા રાજ્ય સરકારે જે પ્રકારે 700 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. તે જ પ્રકારે સાગરખેડૂને પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો સરકાર સત્વરે આ અંગે કોઇ પગલાનહી ભરે તો ભવિષ્યે મોટુ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એક ફિશિંગ બોટ ( ટ્રોલર) દીઠ 10 લાખ અને એક નાની હોડી દીઠ 3 લાખનું નુકસાન થયાનો માછીમારોનો પ્રાથમિક અંદાજ છે. 


નિયમો અમારા ખીચ્ચામાં છે ! જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફને DPS માં હડધુત કરાયો


ભાજપનાં કાર્યક્રમોમાં અલ્પેશની સુચક ગેરહાજરી, પ્રદેશ અધ્યક્ષે કર્યો લુલો બચાવ


સરકાર પાસે આ મુદ્દે પેકેજ જાહેર કરવા રજુઆત કરાશે. કુદરતી વાવાઝોડા ના કારણે થયેલ નુકશાન નું વળતર અને રાજ્ય બહાર ની પરપ્રાંત ની બોટો પર નિયંત્રણ માટે સરકાર નક્કર કામગીરી હાથ ધરે. ડીઝલ અને કેરોસીનના ક્વોટા માં વધારો કરવા માં આવે. ઓ.બી.એમ નાની હોડીની બાકી સહાય ચૂકવવી. ફિશરીઝ એકટ - ૨૦૦૩ માં જરૂરી સુધારા કરવામાં આવે. તેવી પણ માંગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવામાં આવે. આ તમામ મુદ્દે રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ મત્સ્યોદ્યોગ મંત્રી અને નાણાંમંત્રી ને સાથે રાખી પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube