જામનગરમાં શાળાઓ મર્જ કરવાનો તખ્તો તૈયાર, વાલીઓ કરી રહ્યા છે વિરોધ
Trending Photos
મુસ્તાક દલ જામનગર : જિલ્લાની પણ 100 થી વધુ સરાકરી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો રાજ્ય સરકાર દ્વારા તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે. અને એમાં પણ એકલા લાલપુર તાલુકાની જ 32 જેટલી શાળાઓ મર્જ થવાના આરે છે. ત્યારે લાલપુર તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી શાળાના મર્જ કરવાના નિર્ણયને રોકવા રજૂઆત કરી હતી.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ 30 કે તેથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને મર્જ કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં પણ આવી 100 થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે. ત્યારે લાલપુર તાલુકાની પણ 32 જેટલી શાળાઓ આ નિર્ણય હેઠળ આવતી હોય અને ક્યાંકને ક્યાંક આ નિર્ણયનો વિરોધ દર્શાવવા આજે લાલપુર તાલુકાના વિવિધ ગામના આગેવાનો, સરપંચો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી શાળાને મર્જ કરવાના નિર્ણયને રોકવા બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
જ્યારે મર્જ થનારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ જણાવ્યું હતું કે શાળાઓ મર્જ થવાના કારણે ગામડાઓમાં વાડી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. શાળા મર્જ થતાં તેમને દૂર દૂર સુધી શાળાએ પહોંચવા માટે ઘણો સમય લાગશે અને ક્યાંકને ક્યાંક તેના કારણે બાળકોના અભ્યાસક્રમો ઉપર પણ અસર પડશે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણયને લાગુ કરવામાં ન આવે તેવી અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે