કોરોનાને રોકવા કડીમાં લોકોએ લીધો પાંચ દિવસના સ્વૈચ્છિક કર્ફૂયોનો નિર્ણય
કડીમાં મામલતદાર મહેશ ગોસ્વામી સાથે વિવિધ એસોસિએશન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરમાં કોરોનાને રોકવા માટે સ્વૈચ્છિક કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેજસ દવે/મહેસાણાઃ રાજ્યમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને રોકવા માટે રાજ્ય સરકાર અનેક નિર્ણયો લઈ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1278 કેસ સામે આવી ચુક્યા છે. તો આ જીવલેણ મહામારીથી કુલ 90 લોકોના મૃત્યુ પણ થયા છે. હવે કોરોનાને રોકવા માટે મહેસાણા જિલ્લાના કડીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં લોકોએ સ્વૈચ્છિક કર્ફ્યૂ પાળવાનો નિર્ણય લીધો છે.
કડીના લોકોનો મહત્વનો નિર્ણય
કડીમાં કોરોના વાયરસના કેસોને રોકવા માટે લોકોએ 23 તારીખથી 27 તારીખ સુધી સ્વૈચ્છિક કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન કડીમાં માત્ર મેડિકલ અને દૂધના પાર્લર શરૂ રહેશે. શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચુકવવા પડશે 5થી 7 લાખ રૂપિયા
મામલતદાર સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય
કડીમાં મામલતદાર મહેશ ગોસ્વામી સાથે વિવિધ એસોસિએશન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરમાં કોરોનાને રોકવા માટે સ્વૈચ્છિક કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ અને દૂધ સિવાયની તમામ દુકાનો આ પાંચ દિવસ દરમિયાન બંધ રહેશે. ત્યારબાદ 28 એપ્રિલથી તંત્રની સૂચના પ્રમાણે દુકાનો ખોલવામાં આવશે. આમ સ્વૈચ્છિક રીતે કર્ફ્યૂ પાળવાનો નિર્ણય લેનાર કડી પ્રથમ ગામ બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર