ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?
ગુજરાતમાં કાયદાના શાસન પર ગુંડાઓનું રાજ હાવિ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ગુનાઓની જે ઘટનાઓ સામે આવી તે જોતા ચોક્કસ સરકાર અને તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે.
અમદાવાદઃ એક સપ્તાહમાં સાત હત્યા અને 24 કલાકમાં 5 હત્યાની 5 ઘટના.. ગુનાખોરીનો આ આંકડો બીજા કોઈ રાજ્ય કે દેશનો નહીં પરંતુ, ગતિશીલ ગુજરાતનો છે.. જી હાં, ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહમાં હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ હાહાકાર મચી ગયો છે.. પરિસ્થિતિ એવી આવી ગઈ છેકે, ગુજરાતમાં કાયદાનું નહીં પરંતુ, ગુંડાઓનું રાજ છે.. ક્યાંક નેતાના પુત્રની હત્યા થઈ જાય છે તો ક્યાંક નેતા જ દુષ્કર્મ કરીને ફરાર થઈ જાય છે.. ક્યાંક બુટલેગરો જાહેરમાં તલવારોથી યુવકને વિંધી નાખે છે તો ક્યાંક રોડ પરની સામાન્ય તકરાર હત્યામાં પરિણમે છે.. પહેલાં દાવો થતો હતો કે, ગુજરાતમાં છો તો સુરક્ષિત છો.. હવે ચિંતા થવા લાગી છેકે, ગુજરાતમાં છીએ તો અસુરક્ષિત છીએ..
ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં સતત વધારો થતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.. છેલ્લા એક અઠવાડીયાની અંદર ગુજરાતમાં હત્યાના 7 બનાવો નોંધાયા છે. ગુનેગારોને પોલીસનો ડર નથી તે રીતે જાહેરમાં હત્યા કરતા સહેજ પણ ખચકાતા નથી.. જોકે, ચિંતાજનક વાસ્તવિકતા એ છેકે, આટલી હદ સુધી ગુંડાઓ બેફામ બન્યા હોવા છતાં પણ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર ક્રાઈમ રેટનો આંકડો બતાવીને કહી રહ્યા છેકે, ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટી રહ્યો છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
તાજેતરમાં જ અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટ આગળ મોડી રાતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દુર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે બે યુવકોને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીંકી દીધા હતા જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે.. હુમલો થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટુ-વ્હિલરને પણ આગચંપી કરી હતી.. મોડી રાતે સર્જાયેલા હત્યાકાંડ બાદ અમદાવાદની પરિસ્થિતિ ગમે ત્યારે વણસે એવી હતી.. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છતાં કમિશનર કહી રહ્યા છેકે બધુ ઠીક છે..
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે.. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરીથી હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું.. આ ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.. સવાર પડતા મૃતક યુવક તપન પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો..
આ પણ વાંચોઃ ધાબળા, કોટ રાખજો તૈયાર, ગુજરાતમાં વધશે ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય નથી.. આ હકીકત છે.. છેલ્લા એક સપ્તાહમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ અને ચોરીની ઘટનાઓથી એ વાત સ્પષ્ટ થઈ છેકે, નિર્દોષ લોકો માટે ગુજરાત સુરક્ષિત નથી.. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા..
ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોની હત્યા થયાની ઘટના સામે છે.. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..