Ahmedabad News : મહિલાને સુરક્ષા એ આજનો મોટો પડકાર છે. મહિલાઓને કાર્યસ્થળે, રસ્તામાં, પરિવહન દરમિયાન અથવા તો ઘરની ચાર દિવાલની વચ્ચે જ અસુરક્ષાનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં નારી ધર્મ ભૂલાયો હોય તેવુ લાગે છે. શાળામાં મોકલવામાં આવતી બાળકીઓ પણ સલામત નથી. મોટી દીકરીઓને તો તમે રક્ષણ કરવાનું શીખવાડી દેશો, પણ નાની બાળકીઓને આ નરાધમોના ચુંગાલમાંથી કેવી રીતે બચાવશો. ગુજરાતમાં મહિલાઓનો શ્વાસ રુંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છેડતી, જાતીય સલામતી, બાળકીની હત્યાની બનેલી 5 ઘટના ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવે છે. માત્ર આરોપીને પકડી લેવાથી કંઈ નહિ થાય, હવે સમય આવી ગયો છે કે આવી ઘટનાઓ રોકવા માટે શું પગલા લેવામાં આવે. સમાજમાં દીકરીઓની આવા હવસખોરોનો શિકાર બને તે પહેલા જ હવે જાગૃત થઈ જવાની જરૂર છે. જેમાંથી મોટાભાગના કિસ્સા શિક્ષણ જગતમાં થયેલા શોષણના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં વિદેશી વિદ્યાર્થનીની છેડતી
અમદાવાદના બોપલમાં વિદેશી વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની છે. દક્ષિણ આફ્રિકાની એક યુવતીએ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર સામે ફરિયાદ કરી છે. તેણે હોસ્ટેલમાં છેડતી અને ધમકી આક્ષેપ કર્યો છે. રાંચરડામાં આવેી ઈન્ડસ યુનિવર્સિટીમાં આવેલી વિદેશી વિદ્યાર્થીએ આ આક્ષેપ કર્યાં છે. 


ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની છે આગાહી


જામનગર પાલિકાના સુપરીટેન્ડન્ટ સામે જાતીય સતામણીના આક્ષેપ
જામનગરમાં મહાનગરપાલિકાના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ સામે જાતીય સતામણીની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. આઇસીડીએસ વિભાગમાં કામ કરતી પાંચ મહિલા કર્મીઓએ કરેલી અરજીથી ચકચાર મચી ગયો છે. ઓફિસ સુપરીટેન્ડન્ટ મહિલા કર્મચારીઓને એકીટસે જોતો હોવાનો તેમજ બિનજરૂરી સ્પર્શ કરતો હોવાની મહિલાઓએ ચોંકાવનારી ફરિયાદ કરી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરાઈ છે. તથ્ય જાણવા કમિટીની રચના કરાઈ તેમજ પીડિતો અને અન્યોના નિવેદનો લેવા શરૂ કરાયા. જામનગર મનપાની આઇસીડીએસ શાખા અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે. 


અમદાવાદમાં 15 વર્ષની સગીરાની છેડતી
બાપુનગરમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતીની ફરિયાદ થઈ છે. સ્કુલેથી ઘરે જવાના રસ્તે ગેરેજ પર બેસતા યુવકે મિત્રતા કેળવીની પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે અડપલા કર્યા હતા. એટલું જ નહિ, સગીરા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે. ફોટો અંગે પરિવારને જાણ થતાં સગીરાને પૂછતા ભાંડો ફૂટ્યો હતો. યુવકે સગીરાને સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. બાપુનગર પોલીસે 20 વર્ષીય અભિષેક ગુપ્તા સામે ફરિયાદ નોંધી છે. 


પાટીદાર પરિવારની દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવાશે, દેશમાં ક્યાંય ન થયા હોય તેવો


સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી
ગાંધીનગર સિવિલમાં મહિલા દર્દીની છેડતીનો ચોંકાવનારો કિસ્સો બનતા તપાસ શરૂ કરાઈ છે. જેમાં સીસીટીવીમાં શંકાસ્પદ યુવકની હિલચાલ જોવા મળી છે. હોસ્પિટલમાં શંકાસ્પદ વ્યક્તિ બાબતે પોલીસને જાણ કરાઈ છે. સાથે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા સંદર્ભે નિયમોમાં ફેરફાર કરાયો. દર્દીઓ સાથે સગા રહેવાના નિયમોને કડક બનાવાયા. હવેથી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક સગા રહી શકશે. ક્રિટિકલ દર્દીની સાથે બે સગા રાખવા માટે ખાસ પાસ લેવો પડશે તેવુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો.નિયતી લાખાણીએ જણાવ્યું. 


દાહોદમાં આચાર્યએ કરી બાળકીની હત્યા
હાલ દાહોદની શાળામાં બાળકીની હત્યાનો કેસ સૌથી વધુ ચોંકાવનારો છે. દાહોદની તોરણી પ્રા.શાળામાં બાળકીની હત્યા શાળાના આચાર્યએ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે રેપ કરવાનો પ્રયાસ કર્યા બાદ હત્યા કરાઈ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું. બાળકીએ બુમાબુમ કરતા આચાર્યએ મોઢું દબાવી હત્યા કરી હતી. 


હોસ્ટેલમા એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવ્યો, રાજકોટની મારવાડી યુનિ.મા ફરી વિવાદ


બોટાદમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા 
ગઢડા તાલુકાના ઢસા ખાતે શિક્ષકની શરમજનક હરકત સામે આવી છે. ઢસા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિધાર્થીની સાથે શારીરિક અડપલાં કરતા હોય તેવો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાની આનંદકુમાર દ્વારા વિધાર્થીનીને શારીરિક અડપલા કરાયા હતા. વીડિયો વાયરલ થતા સમગ્ર હકીકત સામે આવી હતી. 


ગેનીબેને ઉઠાવ્યા સવાલ
બોટાદ અને દાહોદની ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે વખોડી છે. તેમણે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શિક્ષણ જગતમાં બાળકો જેટલા માતા-પિતા પર ભરોસો રાખે છે એટલા જ શિક્ષકો પર ભરોસો રાખે છે. બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યા છતાં રાજ્ય સરકારે કોઈ પગલા લીધા નથી. તેમણે રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવાની માંગ કરી છે. સાથે જ ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ પોલીસ અધિકારી મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરી. શહેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ કમિટી શાળાઓમાં જઈ અને તપાસ કરે. આ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે અને આવા માનસિક વિકૃત ધરાવતા શિક્ષકોની તપાસ કરે તો આવી ઘટનાઓ કંટ્રોલ થઈ શકે. રાજ્ય સરકાર રે કોઈ પગલાં ન લેતા સાંસદ ગેનીબેન ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી.


દાનવીર ગુજરાતી! નામિબિયાના દુષ્કાળમાં અમદાવાદીએ મદદનો હાથ લંબાવ્યો, પહોંચાશે અનાજ