ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવી વાયરલ કર્યો, રાજકોટની મારવાડી યુનિ. ફરી વિવાદમાં

Marwadi University Rajkot : રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી સપડાઈ વિવાદમાં.... એક વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થિનીએ ઉતાર્યો અશોભનીય વીડિયો... બાદમાં અન્ય લોકોને પણ વીડિયો મોકલતા થયો હોબાળો... 

ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવી વાયરલ કર્યો, રાજકોટની મારવાડી યુનિ. ફરી વિવાદમાં

Rajkot News : રાજકોટની બહુચર્ચિત મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કેમ્પસની હોસ્ટેલમા રહેતી એક વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થીનીએ આપત્તિજનક વીડિયો ઉતારીને અન્યને મોકલતા હોબાળો થયો છે. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર. હાલ મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો સામો આવ્યો છે. હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં એક યુવતી બીજી યુવતીને ઉપરાઉપરી લાફા ઝીંકી રહી છે. એક યુવતીનો સ્નાન કરતો વીડિયો ઉતારી બીજી યુવતીએ તેને ફોરવર્ડ કર્યાનો આરોપ મૂકાયો છે.

આંધ્ર પ્રદેશની યુવતીઓ મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિભાગમાં અભ્યાસ કરે છે. જેમાં વીડિયો ઉતારનાર યુવતીની સાથે અન્ય યુવતીઓએ મારામારી કરી હતી. આ મામલે વિવાદ થયા ટોળું એકત્ર થયું હતુ, અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સંબંધિત યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી હતી.વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે હાલ તો નિવેદન લઇ યુવતીઓને જવા દેવામાં આવી.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 23, 2024

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડવા વાવેલા મળી આવ્યા હતા, તો કેમ્પસની પાછળ તો આખું ગાંજાનું ખેતર મળી આવ્યું હતું. મીડિયા પહોંચતા મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. આગના ધુમાડાઓમાંથી ગાંજાની તીવ્ર દુર્ગંધ હવામાં ફેલાઈ હતી. પોલીસ તપાસમાં સુકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news