રાજેન્દ્ર ઠક્કર/માંડવી: કચ્છમાં પ્રથમ વખત માંડવી બીચ પર દરિયાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વિમિંગ કરીને 22 બાળકો દરિયામાં અંદર જઈ અને ત્યાં આગળ ધ્વજવંદન કર્યું હતું. માંડવી નગરપાલિકા અને એક્સટ્રિમ કરાટે ફિટનેસ ગ્રુપ દ્વારા આયોજિત દરિયામાં 300 મીટર અંદર એક તરાપો બાંધવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સ્ટેજ પર આજે તિરંગો લહેરાવીને 2 કિશોરી સહિત કુલ નાના મોટા 22 બાળકોએ 300 મીટર સ્વિમિંગ કર્યું અને દરિયામાં જઇને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતમાતા કી જય વન્દે માતરમનો ગગન નાદ કર્યો હતો. આમ ભાગ લેનાર એક્સટ્રિમ કરાટે ફિટનેસ ગ્રુપના અગ્રણીએ આવો સુંદર વિચાર માટે નગરપાલિકાના સત્તાધીશોએ સહકાર આપ્યો એનાથી પોતે પ્રભાવિત થયા હતા.


કેનવાસ પેઇન્ટિંગ કરી સમાજને સંદેશો આપનાર ચિત્રકાર જ્યોતિભાઇ ભટ્ટને મળશે ‘પદ્મશ્રી’


બાળકો સાથે સ્વીમીંગ કરીને આ ચેલેન્જ સ્વીકારી અને ડેસ્ટિનેશન ધ્વજવંદન કર્યું હતું. તેમજ બાળકોએ પણ પોતાના અભિપ્રાય માં એક કિશોર અને કિશોરી એ દેશ ભક્તિ માટે લોકો એ આવા કર્યો કરવા જોઈએ અને આ રોમાંચિત અનુભવ થી કૃતઘન થયા હતા.