સુરતની ખાડીમાં ઘોડાપૂર આવ્યું : બાલેશ્વર બેટમાં ફેરવાયું, લોકોના ગળા સુધી પાણી આવી ગયું
Gujarat Weather Forecast : સુરતમાં ખાડીમાં ઘોડાપૂર આવતાં પૂર જેવી સર્જાઈ પરિસ્થિતિ... પલસાણાનું બાલેશ્વર ગામ બેટમાં ફેરવાયું... તો બત્રીસગંગા ખાડીમાં ભારે પાણીના કારણે નેશનલ હાઈવે તરફનો રસ્તો બંધ કરાયો...
Surat Rain News સંદીપ વસાવા/સુરત : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, ભારે પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પહેલા જ વરસાદમાં સુરત પાણી પાણી થઈ ગયુ છે. સુરતની ખાડી ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લગભગ ગળાડૂબ પાણીમા લોકો આવી ગયા છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘૂસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે તે ઓવરફ્લો થઈ રહી છે. જેથી તંત્રની પોલ ફરી એકવાર ખૂલી છે.
સુરતની ખાડીમાં ઘોડાપુર આવતા પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે પલસાણાના બાલેશ્વર ગામે ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. હાલ બાલેશ્વર ગામે આવેલ ખાડી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી આખું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે.
નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. વલથાણ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોએ હેડ લાઇન ચાલુ રાખવાની નોબત. ભારે વરસાદને પગલે વિઝીબલિટી ડાઉન થઈ છે. તો હવામાન વિભાગે જિલ્લામાં ૩ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને લઈ જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.