અર્પણ કાયદાવાલા/ગાંધીનગર :અમદાવાદ બાદ એરફોર્સના MI 17 હેલિકોપ્ટર ગાંધીનગર પહોંચ્યા હતા. અમદાવાદ બાદ ગાંધીનગરના આકાશમાં હેલિકોપ્ટર મુવમેન્ટ શરૂ થઈ હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે એરફોર્સ બેન્ડ પહોંચ્યું હતુ. હોસ્પિટલના કેમ્પસ ધૂન વગાડીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પુષ્પવર્ષા કરાઈ હતી. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.


કોરોના વોરિયર્સને નામે ઈતિહાસમાં નોંધાયો આજનો દિવસ, અમદાવાદની હોસ્પિટલો પર હેલિકોપ્ટરથી થઈ પુષ્પવર્ષા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની હોસ્પિટલની જેમ જ ગાંધીનગરની હોસ્પિટલમાં ‘સારે જહાં સે અચ્છા....’ધૂન વગાડી ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતા નર્સ, ડોક્ટર્સ, પોલીસ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. 


વડોદરામાં પણ કોરોના વોરિયર્સ માટે બેન્ડ વગાડાયું
વડોદરામાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું. સયાજી હોસ્પિટલમાં તબીબોનું સન્માન કરાયું હતું. આર્મીના જવાનોએ આર્મી બેન્ડ વગાડી કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. કોરોનાના દર્દીઓ માટે બનાવેલ આઇસોલેશન વોર્ડ બહાર બેન્ડ વગાડવામાં આવ્યું હતું. વડોદરા પાલિકાના આરોગ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. ઇન્ડિયન આર્મીએ ‘સેલ્યુટ કોરોના વોરિયર્સ’ના બેનર લગાવીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર