રાજકોટ : ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલીયાની પોલીસે કાલે રાત્રે ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં તેને ઢોર માર માર્યાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા કરવામાં આવ્યો છે. આજે અચાનક કાલાવાડ રોડ પર આવેલી મામલતદાર ઓફીસ ખાતે આવીને તેઓ ઢળી પડ્યાં હતા. કોંગ્રેસી નેતાઓએ તત્તાલ તેમને સારવાર માટે ખસેડ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર ગંભીર: જો કે સરકારના સબસલામતનાં દાવાઓ યથાવત્ત


મુખ્યમંત્રીના ઇશારે પોલીસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી
આ અંગે હવે રાજનીતિ ગરમાવા લાગી છે. કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રીના ઇશારે આ સમગ્ર ષડયંત્રને પાર પાડવામાં આવ્યું છે. વિજય રૂપાણીનાં આદેશ બાદ જ પાલ આંબલિયાને ઢોર માર મારવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ખેડૂતોની સ્થિતી ખુબ જ દયનીચ છે. તેમને પોતાનાં ઉત્પાદનોનાં યોગ્ય ભાવ પણ નથી મળતા. જેને ગુજરાત કોંગ્રેસનાં ચેરમેન આપી રહ્યા છે, જે સરકારને ખટકી રહ્યું છે. પાલ એરંડા કપાસ અને અન્ય ખેત પેદાશના ભાવ નથી મળતા એની લડત લડતા હતા. વિરોધ પ્રદર્શનના કાર્યક્મ પહેલાં પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજકોટ પોલીસ દ્વારા  પાલ આંબલિયા અને સાથે રહેલા ખેડૂતોને ડીટેઇન કરાયા હતા. કોંગ્રેસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનાં જામી કરાવવામાં આવ્યા છે. જો કે પોલીસ દ્વારા જામીન બાદ પોલીસે તેમને ફરી બોલાવેલા અને ધરપકડ કરી છે. તેમની ખાનગી ગાડીમાં તેમને ઢોર માર મારવામાં આવ્યો. આ તમામ કામગીરી રાજકોટ ક્રાઇમ બ્રાંચના ACP રાજદીપ સરવૈયા દ્વારા રાજકીય ઇશારે કરવામાં આવી છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી પણ રાજકીય દબાણને વશ થયા હતા. જો કે અમે પોલીસને ચેતવણી કે રાજકીય ગોડ ફાધરના ઇશારે વર્તવાનું બંધ કરે. તમારા ગોડફાધરની સત્તા કાયમી રહેવાની નથી. કાયદાની મર્યાદામાં રહીને જે કાર્યવાહી થતી હોય તે કરો. 


નફાખોરો, કોરોના, કમોસમી તોફાની વરસાદથી બેહાલ ખેડૂત પર હવે તીડનું આક્રમણ, जाए भी तो कहा?

કોંગ્રેસે આક્ષેપો કર્યા પણ કોઇ રજુઆત કરી નથી, રજુઆત થશે તો ચોક્કસ તપાસ કરીશું: DCP
રાજ્યનાં મુખ્યમંત્રીના શહેરમાં જ આ ઘટના બની. આ મુદ્દે મુખ્યમંત્રીએ માફી માંગવી જોઇએ. જો આવું નહી કરે તો આગામી દિવસોમાં સરકારે  ખેડુતોના રોષનું ભોગ બનવું પડશે. તમામ ખેડૂતો ને જેલમાં પુરી ટોર્ચર કરવામાં આવ્યા છે.જો કે આ અંગે મનોહર સિંહ જાડેજાએ કહ્યું કે,  કાલે કલેક્ટર કચેરી ખાતે ડુંગળીઅને કપાસનાં ભાવ મુદ્દે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાંચેય વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. જો કે માર મારવા અંગેની કોઇ રજુઆત મળી નથી. જો રજુઆત થશે તો ચોક્કસ કાર્યવાહી થશે અને જો બાબત સાબિત થશે તો તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર