નફાખોરો, કોરોના, કમોસમી તોફાની વરસાદથી બેહાલ ખેડૂત પર હવે તીડનું આક્રમણ, जाए भी तो कहा?
Trending Photos
ગાંધીનગર : હાલ સમગ્ર ગુજરાત પર કોરોનાનું સંકટ સતત ઘેરુ બની રહ્યું છે. જેના કારણે હાલ ઉદ્યોગ વ્યવસાય ઠપ્પ પડેલા છે. તેવામાં ખેડૂતો માટે પણ જાણે આ વર્ષ ખુબ જ ખરાબ હાલ થયા છે. પહેલા કમોસમી વરસાદ અને તોફાનનાં કારણે પહેલાથી જ બેહાલ સૌરાષ્ટ્રનાં ખેડૂતો પર હવે તીડનુ સંકટ પણ આવી પડ્યું છે. ઉત્તર ગુજરાતમાં જ મોટે ભાગે જોવા મળતા તીડ સૌરાષ્ટ્ર તરફ ફંટાતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાનાં નસીતપુર અને મોટી ધરાઇ ગામે તીડ ત્રાટક્યાં છે. વાડીઓમાં તીડોનાં ટોળે ટોળા ઉમટતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રાત્રીના સમયે અચાનક તીડ ત્રાટકતા તંત્ર અને ખેડૂતોને ખ્યાલ જ નહી રહેતા પાકને ઘણુ નુકસાન થયુ છે. આ ઉપરાંત હળવદનાં સાતેક ગામડાઓમાં પણ તીડના ઝુંડ દેખાયા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તલ, કેરી ઘઉ સહિતનાં પાકને તીડનાં કારણે નુકસાનની દહેશત છે. વાવાઝોડાથી પહેલા જ પાયમાલીના આરે પહોંચેલા ખેડૂતોને હવે તીડ આવતા પડ્યા પર પાટુ જેવો ઘાટ છે. જો કે તીડ અંગે માહિતી મળતા તત્કાલ ખેતીવાડી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. તીડનો નાશ કરવા માટે રાત્રી દરમિયાન દવાના છંટકાવનું આયોજન તંત્ર કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તીડનું ઝુંડ સામાન્ય રીતે પાકિસ્તાન તરફથી ત્રાટકતું હોય છે જેનાં કારણે તે રાજસ્થાન તરફથી સીધું જ ઉત્તર ગુજરાત પર હૂમલો કરે છે. પરંતુ હવે તીડ સોમાલીયા તરફથી પણ આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાથી 1000 કિલોમીટર દુર આવેલા સોમાલીયા તરફથી પણ તીડના હુમલાનું એલર્ટ પણ તંત્ર દ્વારા થોડા દિવસ પહેલા જ અપાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે