સાઇબર ક્રાઈમના ગુનામાં પ્રથમ વખત નારોલ પોલીસે પાસાની કાર્યવાહી કરી, આરોપીને ભુજ જેલમાં મોકલ્યો
ગુનાખોરી અને ગુનેગારો પર અંકુશ લાવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવવમાં આવ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતા જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવી સૌ પ્રથમ વખત સાઇબર ક્રાઈમના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કાયદામાં સુધારા બાદ પાસા હેઠળ હવેથી સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુનાખોરી અને ગુનેગારો પર અંકુશ લાવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવવમાં આવ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતા જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવી સૌ પ્રથમ વખત સાઇબર ક્રાઈમના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કાયદામાં સુધારા બાદ પાસા હેઠળ હવેથી સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે.
ઘોર કળિયુગ: ઉંચા અવાજે વાત કરવાના મુદ્દે ઉશ્કેરાયેલા ત્રણ યુવકોએ હત્યા કરી !
આરોપી અલ્પેશ તોમર વિરુદ્ધ વર્ષ 2018 અને 2019માં સાઇબર ક્રાઈમના કોલ સેન્ટર ચલાવવા અંગેના બે ગુના નોંધાયા હતા. જેને લઈ નવા કાયદા મુજબ આરોપી અલ્પેશ સામે પાસા ભરી ભુજ જેલમાં મોકલ્યો છે. મહત્વનું છે કે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવાના ગુનામાં આરોપી અલ્પેશ તોમરની ધરપકડ કરી હતી. જેમાં આરોપી વિરુદ્ધ બે ગુના કોલસેન્ટરના નોંધાયા હતા. જેથી તેને જામીન મળતા જ નારોલ પોલીસે નવા કાયદા હેઠળ તેની સામે પાસા ભરી PCBમાં મોકલી આપ્યો હતો. પાસાનો ઓર્ડર આવતા જ નારોલ પોલીસે તેની ધરપકડ કરી ભુજ ખાતે જેલમાં મોકલવામાં આવ્યો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube