ઘોર કળિયુગ: ઉંચા અવાજે વાત કરવાના મુદ્દે ઉશ્કેરાયેલા ત્રણ યુવકોએ હત્યા કરી !

શહેરના મેમકો બ્રિજ નીચે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી શહેરકોટડા પોલીસને સોંપ્યા

Updated By: Sep 21, 2020, 09:19 PM IST
ઘોર કળિયુગ: ઉંચા અવાજે વાત કરવાના મુદ્દે ઉશ્કેરાયેલા ત્રણ યુવકોએ હત્યા કરી !

મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરના મેમકો બ્રિજ નીચે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી શહેરકોટડા પોલીસને સોંપ્યા. નરોડા પાસે આવેલા મેમકો બ્રિજ નીચે 36 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે બે સગીર આરોપી સહિત 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસના સામે આવ્યું કે મૃતક રામલખનસિંગ ભદોરીયા માનસિક બીમારીની સારવાર લેવા માટે છેલ્લા 4 મહિનાથી બાપુનગરમાં પોતાની બહેનના ઘરે રહેતો હતો. અને 17મી સપ્ટેમ્બરના રોજ પોતાના વતન પરત જવાનું કહીને ઘરેથી બેગ લઈને નીકળ્યો.

નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો

મેમકો બ્રિજ નીચે આવેલા મંદિરે યુવક સૂતો હતો ત્યારે મોડી રાત્રે 5 શખ્સો નશાની હાલતમાં ત્યાં જમવા બેઠા અને એકબીજાને ગાળો આપી મશ્કરી કરતા હતા. જેથી મૃતક યુવકે આ શખ્સોને અવાજ ઓછો કરવાનો કહેતા તમામ યુવકો ઉશ્કેરાઈ ગયા અને અમરેશ ચૌધરી નામના શખ્સે નશાની હાલતમાં યુવકને ચપ્પુના ઘા મારતા યુવકનું મોત થયું હતું. આ મામલે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે પાંચેય આરોપીઓને ઝડપીને શહેરકોટડા પોલીસને સોંપ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે આ ગુનાનો મુખ્ય આરોપી અમરેશ ચૌધરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. આ ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓમાંથી એક પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ન હોવાનું ખુલ્યું છે. ત્યારે શહેરકોટડા પોલીસે આ હત્યામાં વપરાયેલ ચપ્પુને શોધવાની તજવીજ હાથ ધરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube